બનાસકાંઠા: ડીસામાં ભારે પવન થી પતરા ઉડ્યા, ઝાડ તૂટી પડ્યા
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે બપોરે બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી. તેજ પવન ના કારણે જુનાડીસા ફાટક પાસે પતરા ના હોર્ડિંગ્સ રોડ ઉપર તૂટી પડ્યા હતા. જ્યારે પાટણ રોડ ઉપર જ એક વીજળીની ડીપી ઉપર હોર્ડિગ્સ નું પ્લાસ્ટિક ચીપકી ગયું હતું. આ સાથે જ ભારે વરસાદી ઝાપટાના પગલે ડીસા નજીક આવેલા આખોલ પાસે શોપિંગ સેન્ટરની એક દિવાલ પણ ધરાશાઈ થઈ ગઈ હતી.
શોપિંગ સેન્ટરની દિવાલ ધરાશાઈ થઈ
બિપરજોય વાવાઝોડા નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ડીસામાં તેની વધુ અસર થાય તે પહેલા જ મીની વાવાઝોડાંનું ટ્રેલર લોકોને મળ્યું હતું. જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના માર્ગદર્શન હેઠળ 50 થી વધુ યુવાનોની એક ટીમ તમામ પ્રકારના સાધનોથી સજ્જ કરવામાં આવી છે. અને દરેકને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં પાંચ જેટલા તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ટીમોમાં વિવિધ પ્રકારના કટર, જેસીબી મશીન, ટ્રેક્ટર, દોરડા, જનરેટર, બ્રેકર મશીન, ચેન બ્લોક, ઇલેક્ટ્રીક બોટ તેમજ ફૂડ પેકેટ માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેના માટે રાજેશ્રી કોલેજ સ્ટોરેજ ખાતે એક કંટ્રોલરૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ડીસામાં ભારે પવન થી પતરા ઉડ્યા, ઝાડ તૂટી પડ્યા#deesa #BiparjoyCyclone #CycloneUpdates #GujaratUpdates #CycloneNews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/hqqNWuY4LI
— Hum Dekhenge News (@humdekhengenews) June 15, 2023
જ્યારે ડીસાના નાયબ કલેકટર નેહા પંચાલે જણાવ્યું હતું કે કાચા મકાનો અને વોકળા તેમજ નદીના વિસ્તારમાં રહેતા લોકોને અત્યારે સેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે સગર્ભા મહિલાઓનું પણ શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ શાળાઓમાં પીવાનું પાણી, ફૂડ પેકેટ સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં આરોગ્ય વિભાગના સ્ટાફને પણ ફરજ ઉપર મૂકવામાં આવ્યો છે. વાવાઝોડા ના કારણે ઉપસ્થિત થનારી સંભવીત સ્થિતિને પગલે પાલિકા, વીજ વિભાગ સહિત ના સ્ટાફને તેમની ફરજ ઉપર મૂકી દેવામાં આવ્યો છે. જ્યાં જરૂર પડે ત્યાં તેઓ કામગીરી હાથ ધરશે.
આ પણ વાંચો :બિપોરજોય વાવાઝોડુઃ સોશિયલ મીડિયામાં ફની મેસેજની વણઝાર