બનાસકાંઠા: વાવાઝોડા વરસાદના પગલે જિલ્લામાં ભારે તારાજી
પાલનપુર: સમગ્ર ગુજરાત માટે આફત બનીને આવેલા બિપોરજોય વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે.ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વાવાઝોડા અને વરસાદના પગલે મોટા પાયે તારાજી સર્જાઈ છે. હજુ પણ અનેક ગામો સંપર્ક વિહોણા છે. લોકોના જાનમાલ ને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
છેલ્લા એક સપ્તાહથી ગુજરાતને ડરાવી રહેલા બિપોર જોય વાવાઝોડું કચ્છના દરિયા કાંઠે ટકરાતા મોટા પ્રમાણમાં વિનાશ થયો છે. વાવાઝોડાના પગલે કચ્છ સહિત બનાસકાંઠા પાટણ તેમજ દક્ષિણ રાજસ્થાનના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થતા ભારે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ પડતા હજારો હેક્ટર જમીનમાં પાણી ભરાઈ ગયા છે.
ખેતરમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા
ખેતરોમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. આ ઉપરાંત ભારે પવનના કારણે લોકોના ઘરો, પશુઓના શેડ, કોલ્ડ સ્ટોરેજના સેડ સહિત ના પતરા ઉડી જવા પામ્યા છે તેમજ હજારો વૃક્ષો ધરાશાઈ થયા છે. આ ઉપરાંત વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં વીજ પોલ ધરાશાયી થતા અનેક ગામોમાં વીજળી ડુલ થઈ જવા પામી હતી.
અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા
જ્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ જતા હજુ પણ બનાસકાંઠાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે વર્ષો બાદ એક સાથે 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા સર્વત્ર પાણી પાણી થતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાય છે તેમજ લોકોના જાનમાલને પણ કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે.
આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના સમૌ નાના ગામની દૂધ મંડળી તબાહ