ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં આરોગ્ય કર્મચારીઓએ વ્યસન મુક્તિના લીધા શપથ

Text To Speech
  • પોતે વ્યસન મુક્ત થયા બાદ સમાજને વ્યસન મુક્ત બનાવશે

પાલનપુર : ડીસામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે વ્યસનમુક્તિનો માર્ગ અપનાવ્યો છે.ડીસા અર્બન-2 ના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આજે વ્યસન મુક્ત બનવાની સાથે સાથે સમાજને પણ વ્યસન મુક્ત બનાવવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

ડીસામાં આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટર -2 ના કર્મચારીઓએ લોકોના સ્વાસ્થ્યની સેવાની સાથે સાથે લોકો બીમાર ન પડે તે માટેના પ્રયાસો હાથ કર્યા છે આજે અર્બન હેલ્થ ઓફિસર ર્ડો. જેસ્મીન ખરાડી, આયુષ મેડિકલ ઓફિસર ડો. એકતા ચૌધરી, અર્બન સુપરવાઈઝર હરિસિંહ ચૌહાણ, લેબટેક સંજય પટેલ, ફાર્માસીસ્ટ અલમાંસ કુરેશી સહિત અર્બન 2 ના તમામ કર્મચારીઓએ વ્યસન મુક્ત બનવા માટેના સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. સાથે સાથે અન્ય લોકોને પણ વ્યસન મુક્ત બનાવી લોકો રોગ મુક્ત બને તેમજ સશક્ત અને મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.


કર્મચારીઓએ પ્રતિજ્ઞા લેતા કહ્યું હતું કે “આથી હું પ્રતિજ્ઞા લઉં છુ કે હું તમાકુ, ગુટકા, બીડી, ચુંગી, સિગારેટ કે છીકણી કે કોઈ પણ રીતે તમાકુનું વ્યસન કરીશ નહીં કે મારા પરિવારને આવા કોઇ પણ પ્રકારના વ્યસન કરવા દઈશ નહીં, અને આવા કોઈ પણ પ્રકારના વ્યસન હશે તો તે વ્યસન માથી હું મુક્ત કરાવીશ. હું તમાકુનું કોઈ પણ પ્રકારે વ્યસન કરીશ નહીં અને તમાકુના વ્યસનથી મારા પરિવારને, મારા ગામ ને, મારા તાલુકાને, મારા સમાજને કેમારા જિલ્લાને તમાકુના વ્યસનથી મુક્ત કરવાના મારા થકી થતાં તમામ પ્રયત્નો હું કરીશ.

આપણે સૌ સાથે મળી આજે આ પ્રતિજ્ઞા લઈ ને આપણાં પરિવારને, આપણાં સમાજને આપણાં ગામને, આપણાં તાલુકાને, આપણાં જિલ્લાને અને આપણાં રાજ્યને તમાકુથી મુક્ત બનાવીશુંઅને તમાકુ મુકત સમાજની રચના માટે આપણે સૌ કાર્ય૨ત રહીશું.”

આ પણ વાંચો : રાજકોટ : સામાન્ય વિરોધ વચ્ચે મનપાના 4 દાયકા જુના મણિયાર ક્વાર્ટરનું આખરે ડિમોલિશન

Back to top button