ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: ગુજરાત સ્થાપના દિનની ઉજવણી : ડીસામાં પોલીસ અને પબ્લિક વચ્ચે વોલીબોલ મેચ રમાઈ


પાલનપુર: પહેલી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી નિમિતે ડીસામાં પોલીસ અને પબ્લિક વચ્ચે વોલીબોલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં પોલીસ ટીમનો વિજય થયો હતો. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યમાં આમ નાગરિકો તેમજ પોલીસ તંત્ર વચ્ચે સંવાદ અને સહયોગની ભાવના વધે તે હેતુથી સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત ડીસામાં પોલીસ દ્વારા પોલીસ અને પબ્લિક વચ્ચે વોલીબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસની ટીમ વિજેતા બની
ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે ફ્રેન્ડલી વોલીબોલ મેચ રમાડવામાં આવી હતી. જેમાં પોલીસ ટીમનો વિજય થયો હતો. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત પોલીસ દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા અન્ય કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયું હતું.
આ પણ વાંચો :ગુજરાતમાં પીવાના પાણીનો કકળાટ: ખાનગી ટેન્કરોની દોડાદોડ વધી