બનાસકાંઠા: જીએસટી વિભાગની વેરિફિકેશન ડ્રાઈવ, દાંતાના મોટાભાગના વેપારીઓ દુકાનો બંધ કરી રફુચક્કર
પાલનપુર : સમગ્ર દેશમાં બોગસ વેપારીઓને શોધવા અને જીએસટીની ચોરી કરતાં વેપારીઓને પકડવા ભારત સરકારે તારીખ 16મી મેથી 15મી જુલાઈ ડ્રાઈવ રાખેલ છે. પરંતુ વેરિફિકેશન ડ્રાઈવ ચાલુ કરવાના પ્રથમ દિવસે દાંતા મથકે જીએસટીના અધિકારીઓ આવવાના છે. તેવા વાવડથી મોટાં-મોટાં વેપારીઓ જેવા કે સરકારને અંધારામાં રાખી બોગસ પેઢીઓ ચલાવી આવક જાવકના બીલો છુપાવવા,બોગસ બીલો બનાવવા,આવક અને જાવક છુપાવવી,ગ્રાહકોને બીલો ન આપવા,બોગસ બીલો બનાવવા તેવું કરી સરકારની કરચોરી વાળા વેપારીઓ આજે છુમંતર થઈ ગયા હતા.
આ બાબતે ગુજરાત સરકારના ગ્રાહક સુરક્ષા વિભાગના પ્રમુખ વિપુલ ગુર્જરનો સંપર્ક કરતો તેઓએ જણાવ્યું કે દાંતા તાલુકો 99.99% ટ્રાઈબલ વિસ્તાર ધરાવતો તાલુકો છે. લોકોને એટલે કે ગ્રાહકોને લોકલ વેપારીઓ બિલો આપતાં જ નથી.
જો કોઈ વેપારી બિલ આપે છે તો તે એસ્ટીમેન્ટ કોપી પકડાવી દે છે. આવી ફરિયાદોમાં કોઈ વખત ગ્રાહકોના અધિકારો બાબતે ગ્રાહકને બિલ વગર સામે પક્ષની ઓળખ કરવામાં મુશ્કેલીઓ પડે છે. છતાંય નવા ગ્રાહક સુરક્ષા ધારા 2019 હેઠળ કોઈ વેપારી ગ્રાહકને પાકું બિલ આપતો નથી તો પણ ગ્રાહક ફરિયાદ કરી શકે છે.
વધુમાં દાંતાના મુખ્ય મથક દાંતા તેમજ રતનપુર નવાવાસ જીતપુર ચાર રસ્તા, મોકળી, મંડાલી, હડાદ, અંબાજી મુખ્ય વેપારીઓના હબ સ્ટેશન છે. અહીં 99% લોકો બિલ આપતાં જ નથી. તે ઉપરાંત અંબાજીમાં વર્ષે બે કરોડ ઉપર યાત્રાળુ આવે છે. અહીં પણ પાકા બિલની પ્રથા નથી. આ બાબતે જીએસટી વિભાગનું અગાઉ લેખિતમાં ધ્યાન દોરેલ છે. વેપારી પોતાની પેઢી ઉપર નામ, પુરુષ, સરનામું, સંપર્ક નંબર, જીએસટી નંબર રાખે તો ફક્ત વ્યાપારીની ઓળખ થાય એટલું જ નહીં પરંતુ સરકારમાં સાચી આવક જાવક ખ્યાલ આવે અને ઘરની ભરપાઈ પૂરેપૂરી થાય.કોઈપણ વેપારી પોતે સાચી આવક અને જાવક સામેથી સરકારને કહેશે નહીં પરંતુ સરકારની આવી ડ્રાઈવ જો ખરેખર સારી રીતે ચાલે તો કોઈપણ વેપારી આવક છુપાવી અને જાવક છુપાવવાથી ડરશે. જે ગ્રાહકોના હિતમાં પણ રહેશે અને સરકારની ચોક્કસ આવકમાં વધારો થશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ગુજરાતની પ્રથમ ફાયર યુવતીઓનું સન્માન