ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: અમીરગઢ નજીક ટ્રક- ઇક્કો ગાડી​​​​​​​ વચ્ચે ગોઝારો અકસ્માત ચાર જિંદગી ભરખી ગયો

Text To Speech

પાલનપુર: આબુરોડ હાઇવે પર અમીરગઢના ચેખલા ગામના પાટિયા નજીક રાત્રે ટ્રક અને ઇક્કો ગાડી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ઇક્કો ગાડીમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકો અતિ ગંભીર હોવાના કારણે સારવાર અર્થ પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમના પણ કુરુણ મોત નીપજ્યા હતા, અકસ્માતના કારણે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા.

બેના ઘટનાસ્થળે, બેના સારવાર દરમિયાન મોત

પાલનપુર – આબુરોડ હાઈવે પર અમીરગઢના ચેખલા ગામના પાટિયા નજીક ઇક્કો અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા ઇક્કોના આગળના ભાગના કુર્ચેકુરચા ઉડી ગયા હતા. ઇક્કોમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતનો અવાજ થતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર નીકાળવામાં આવ્યા હતા. જ્યારે બે લોકોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા હતા. જેમના પણ સારવાર દરમિયાન મોત થયા હતા. ચેખલા પાટિયા નજીક નેશનલ હાઇવે પર એક્કો ગાડી અને ટ્રક વચ્ચે થયેલ અકસ્માતની જાણ પોલીસને થતા અમીરગઢ પોલીસ તત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી હતી. જોકે અકસ્માતના કારણે નેશનલ હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. એલ એન્ડ ટી વિભાગ દ્વારા અને પોલીસ ટ્રાફિક નિયંત્રણ કરવાના પ્રયત્નો હાથ કર્યા હતા.

બે દિવસ અગાઉ થરા નેશનલ હાઇવે ઉપર બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક પર સવાર પતિ, પત્ની અને પુત્રીનું અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ અમીરગઢના ગંગાસાગરના પાટિયા નજીક ટ્રક ચાલકે બાઈક સવારના અડફેટે લેતા બાઈક સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું હતું.

આ પણ વાંચો :ફ્રાન્સમાં ભડકેલી હિંસાની આગ પડોશી દેશ બેલ્જિયમમાં પહોંચી; 1000થી વધારે લોકોની ધરપકડ

Back to top button