બનાસકાંઠા : ડીસા એ સી ડબલ્યુ વિદ્યાલય નું નામ બદલવા સરકારની લીલીઝંડી
- હવે નવું નામ મહારાણા પ્રતાપ વિદ્યાલય તરીકે ઓળખશે
બનાસકાંઠા : ડીસા નગરપાલિકા સંચાલિત એસ. સી ડબલ્યુ. વિદ્યાલય નું નામ બદલવા પાલિકા ના ઠરાવ બાદ સરકારમાં મંજુરી અર્થે મોકલતા મંજુરી મળતા હવે શાળાનું નામ મહારાણા પ્રતાપ વિદ્યાલય તરીકે ઓળખાશે.
ડીસામાં અંગ્રેજોના સમયે બનેલી સર ચાર્લ્સ વોટ્સન હાઈસ્કૂલ જૅ ડીસા નગરપાલિકા સંચાલિત ચાલી રહી હતી. જૅ હાઈસ્કૂલ નું નામ બદલવા ડીસા નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો, અને આ ઠરાવ શિક્ષણ વિભાગ ને મોકલવામાં આવ્યો હતો. ત્યારે રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ના સચિવ એન. જી. વ્યાસ એ પાલિકા ના ઠરાવ ને માન્ય રાખી મંજૂરી આપતાં હવે મહારાણા પ્રતાપ વિદ્યાલય તરીકે ઓળખવામાં આવશે. જોકે સરકાર દ્વારા મંજૂરી ની જાણ નગરપાલિકા ને કરતા નગરપાલિકામાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.
ડીસા નગરપાલિકા ના પ્રમુખ રાજુભાઈ ઠક્કર એ જણાવ્યું હતું કે, આ નામ બદલવા ઠરાવ કરી સરકારમાં મોકલ્યો હતો. જેની મંજૂરી મળતા અમોને ખુશી છે. હવેથી આ શાળા મહારાણા પ્રતાપ વિદ્યાલય ના નામે ઓળખાશે.
આ પણ વાંચો : ગુજરાતના આ વિસ્તારોમાં 16 અને 17 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી