ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: રાજ્યપાલએ ભારત- પાક. બોર્ડર નજીકનાં સીમાવર્તી ગામોના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો

પાલનપુર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની બનાસકાંઠા જિલ્લાની મુલાકાતનો આજે310મે નો બીજો દિવસ છે. આબીજા દિવસે રાજ્યપાલએ ભારત- પાકિસ્તાન બોર્ડર નજીકનાં સૂઇગામ તાલુકાના સીમાવર્તી ગામો બોરૂ, મસાલી અને માધપુરાની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે આ વિસ્તારના ખેડુતોના પ્રશ્નો અને મુશ્કેલીઓ સાંભળી તે સમસ્યાઓના નિવારણ માટે ઝડપી કાર્યવાહી કરવા જિલ્લા વહીવટીતંત્રને જરૂરી દિશા-નિર્દેશો કર્યા હતા. રાજ્યપાલએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે ગ્રામજનો સાથે સંવાદ કરી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

સીમાવર્તી ગામોની મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોર્ડર વિસ્તારમાં રહેતા લોકોની વિશેષ ચિંતા કરે છે. સીમાવર્તી ગામના લોકો અન્નદાતાની સાથે સીમાના પ્રહરીનું કામ કરે છે. દેશના અન્ય ભાગમાં રહેતા લોકોને જે સુખ-સુવિધાઓ મળે છે એવી જ સુવિધા સીમાવર્તી ગામના લોકોને પણ મળવી જોઈએ.

ગ્રામજનો સાથે સંવાદ-humdekhengenews

બોરૂ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી

રાજ્યપાલએ જણાવ્યું કે જળવાયું પરિવર્તન અને રાસાયણિક ખાતરના અંધાધુંધ ઉપયોગને કારણે ધરતી બિનઉપજાઉં બની રહી છે. રાસાયણિક ખેતીના કારણે કેન્સર જેવા અસાધ્ય રોગો થઇ રહ્યા છે, હોસ્પિટલો દર્દીઓથી ભરેલી પડી છે ત્યારે રાસાયણિક ઝેરી ખેતીને તિલાજંલિ આપવાનો સમય આવી ગયો છે.
ગુજરાતમાં પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેને ખુબ સારી સફળતા મળી છે. જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો ભેદ સમજાવતા રાજ્યપાલએ જણાવ્યું કે, જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીનો વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. જૈવિક ખેતીમાં અળસીયા વિદેશથી લાવવવામાં આવે છે અને ઉત્પાદન પણ ઘટે છે જયારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી અને આપણી જ ધરતીના અળસીયા જે રાસાયણિક ખાતરોથી ડરીને નીચે છુપાઈને બેઠા છે તે ઉપર આવશે જેનાથી જમીન ઉપજાઉ બનશે અને ખેડૂતોની આવક પણ વધશે.

ગ્રામજનો સાથે સંવાદ-humdekhengenews

ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું

રાસાયણિક ખાતરથી થતા નુકશાન વિશે વાત કરી ઝેરમુક્ત- પ્રાકૃતિક ખેતીના ફાયદા જણાવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે જમીનને બિન ઉપજાઉં બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે. પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની પધ્ધતિ, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની ઉપયોગીતા, સૂક્ષ્મ જીવાણુની અનિવાર્યતા અને આચ્છાદનના મહત્વ વિશે લોકોને વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાસાયણિક ખાતર અને જીવામૃત-ઘન જીવામૃતની તુલના અને ભૂમિ માટે જરૂરી ઓર્ગેનિક કાર્બનના જતનની જવાબદારી વિશે તેમણે લોકોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવાથી કૃષિ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે, મહેનત ઓછી થશે, ખેત ઉત્પાદન વધશે અને પરિણામે ખેતીની આવક બમણી નહીં, ત્રણ ગણી થશે એમ જણાવી તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એક જ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી 30 એકર સુધીની જમીનમાં પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરી શકાય અને તેનાથી થતા લાભો બાબતે સરહદી ગામોના લોકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 10-10 ગામોના ક્લસ્ટર બનાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ મેળવનાર પ્રત્યેક ખેડૂતને રૂ.1000/- આપવામાં આવશે. આપણા બાળકોને સારુ શિક્ષણ અને સારા સંસ્કારો આપી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવીએ તથા ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી આવતીકાલની પેઢીને સુખી, સમૃદ્ધ જીવનની ભેટ આપવા સંકલ્પબદ્ધ બનવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ગ્રામજનો સાથે સંવાદ-humdekhengenews

દર મહિને પશુપાલકોને રૂ. 1200 કરોડની રકમ ચુકવાય છે

રાજ્યપાલએ જણાવ્યું કે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી પશુપાલકોનું ભાગ્ય બદલવાનું કામ કરી રહી છે. બનાસ ડેરીની શ્વેત ક્રાંતિના લીધે ડેરી દ્વારા દર મહિને પશુપાલકોને રૂ. 1200 કરોડની માતબર રકમ ચુકવવામાં આવે છે. ગાયને વાછરડી જ જન્મે તેવા સંશોધનો પણ થયા છે જેના અમલીકરણથી બનાસની શ્વેત ક્રાંતિને વધુ વેગ મળશે.

સરહદી વિસ્તાર ના લોકોના પ્રશ્નો ઉકેલવા જિલ્લા કલેક્ટરની ખાત્રી

આ વિસ્તારના લોકોને પીવાનું પાણી મળે, ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળે, મીઠું પકવાતા ખેડૂતોને જમીન ભાડા પટ્ટેથી આપવામાં આવે, બોરૂ ગામમાં માધ્યમિક શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા, માધપુરા ગામમાં આવાસ ફાળવવા અને પેટા આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા સહિતના પ્રશ્નો ગ્રામજનોએ રજૂ કર્યા હતા. આ પ્રશ્નોનું ખુબ ઝડપથી હકારાત્મક નિરાકરણ લાવવા જિલ્લા કલેક્ટરએ રાજ્યપાલ સમક્ષ ખાતરી આપી હતી.

આ પણ વાંચો  :દ્વારકામાં ડ્રગ્સ ઘૂસાડનાર બે પેડલરો પોલીસના સકંજામાં, SOGએ મુંબઇમાં પાડ્યા હતા દરોડા

Back to top button