ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના આસેડા પે કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

Text To Speech

બનાસકાંઠા 26 જૂન 2024 : ડીસા તાલુકાના આસેડા ગામે આસેડા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં કન્યાકેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અનુસંધાને આજે ડીસા તાલુકાની આસેડા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં પણ કન્યા કેળવણી મહોત્સવને પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગણવાડી, બાલવાટિકા, ધોરણ એકના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. કાર્યક્રમma કુલ 57 બાળકો જેમાં બાલવાટિકાના, ધોરણ એકના તેમજ આગણવાડીના કુલ 17 બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ મેળવતા અભ્યાસ કીટ આપવામાં આવી અને શિક્ષણ યાત્રામાં પગરણ કરવામાં આવ્યા હતા.

સાથો સાથ શાળામાં વિશિષ્ટ એવી CET, જ્ઞાન સાધના,NMMS પરીક્ષામાં જિલ્લા તેમજ રાજ્યકક્ષા મેરીટમાં આવનાર વિદ્યાર્થીનું મેડલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીટ કેળવણી નિરીક્ષણ હિતેશભાઈ સોલંકી, પૂર્વ તાલુકા ડેલિકેટ ઠાકોર અભેસિંગ, શ્રવણભાઈ પ્રજાપતિ ભીલડી ભાજપ મંડળ, શાળાના આચાર્ય જીતુભાઈ પંચાલ, આગણવાડી બહેનો તથા સહ શિક્ષકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા .

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદના નારોલી, વારા અને લોરવાડા ગામની શાળાઓમાં અધ્યક્ષ એ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો

Back to top button