બનાસકાંઠા: ડીસા જીઆઈડીસીમાં ડમ્પર નીચે આવી જતાં બાળકીનું મૃત્યુ
- સુતેલી બાળકી નું રિવર્સ લેતા ડમ્પરના ટાયર નીચે આવતા મૃત્યુ
બનાસકાંઠા 19 જૂન 2024 : ડીસા જીઆઈડીસી વિસ્તારમાં મોડીરાત્રે ઈંટોની ફેકટરીમાં ડમ્પરના ટાયર નીચે આવી જતાં સુતેલી બાળકીનું મૃત્યુ નિપજતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. ડીસા જીઆઈડીસી વિસ્તારમાં પ્લોટ નંબર 58 માં આવેલ ઈંટો પાડવાની ફેક્ટરીમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના કમલેશભાઈ નાનાભાઈ મછાર પરિવાર સાથે રહે છે અને ઈંટો પાડવાની મજૂરી કરી છે.
તેઓ ગત રાત્રે પરિવાર સાથે ફેક્ટરીના ખુલ્લા પ્લોટમાં સુતા હતા ત્યારે મોડી રાત્રે GJ 08 AU 7369નંબરની ડમ્પર માટી ભરીને આવતા તે રિવર્સ લેવા જતા પાછળ સુતેલી કમલેશભાઈની નવ વર્ષની દીકરી શારદા પર ચઢી ગયું હતું. ટાયર નીચે આવી જતા શારદાનું એક જ ચીસમાં પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું .બાળકીનું કરુણ મૃત્યુ નીપજતા પરિવારજનોએ રોકકળ કરી મૂકી હતી. જ્યારે આ ઘટનાની ઘટનાની જાણ થતાં ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ચાલકને ઝડપી ડમ્પર સહિત ડમ્પર ચાલકને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે લાવી બાળકીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધું તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : અરવલ્લીઃ વિશ્વ સિકલ સેલ દિવસનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો