બનાસકાંઠા: ભૂસ્તર વિભાગનો સપાટો, ખનિજ ચોરી કરતાં ત્રણ વાહનો ઝડપાયા, 60 લાખનો મુદૃામાલ જપ્ત


પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં કેટલાક સમયથી ખનીજ ચોરીની ફરિયાદ ઉથી હતી. જેને લઇને ભૂસ્તરશાસ્ત્રી દવારા બનાસકાંઠા જિલ્લામાં ખનિજ ચોરી રોકવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી બનાસકાંઠા જિલ્લાની આવકમાં વધારો થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં થતી ખનિજ ચોરી અંગેની માહિતી મેળવીને કચેરીના સ્ટાફની અલગ – અલગ ટીમો બનાવવામાં આવી હતી. અને જિલ્લાના વિવિધ સ્થળોએ તા. 4 જુલાઈ’23ના રોજ ચેકીંગ કરી બિલ્ડીંગસ્ટોન અને કવાર્ટઝ જેવા ખનિજ ચોરી કરતાં (ત્રણ) વાહનો પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ વાહનો સહિત અંદાજિત રૂ. 60.00 લાખનો મુદૃામાલ જપ્ત કરી દંડની વસુલાત શરૂ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં જિલ્લાના તમામ વિસ્તારોમાં સતત ચેકીંગ હાથ ધરી ખનિજ ચોરી દૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.
આ પણ વાંચો :SC ન્યાયાધીશો તરીકે નિમણૂક માટે કોલેજિયમે કેન્દ્રને 2 નામોની ભલામણ કરી