બનાસકાંઠા: ડીસાના લુણપુર ગામે સામાન્ય બાબતે ધીંગાણું: સાતને ઈજા
પાલનપુર: ડીસા તાલુકાના લુણપુર ગામે બે પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષે થઈ કુલ સાત વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ બાબતે ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.
ડીસા પોલીસ મથકે સામ સામે ફરિયાદો નોંધાઈ
ડીસા તાલુકાના લુણપુર ગામે રહેતા લક્ષ્મણસિંહ સૂરજજી સોલંકી સાંજના સુમારે તેમના કાકાની દુકાન આગળ પરિવારના ભાઈઓ સાથે ઉભા હતા. ત્યારે તેમના ગામના અમૃતજી સોલંકી અને લક્ષ્મણસિંગ પનાજી સોલંકી એ આવી તેમને જણાવેલ કે તમોએ કેમ અમારા વિરુદ્ધ પંચાયતમાં આરટીઆઈ ની અરજી કરેલ છે. તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો તેમજ તલવાર અને પાઈપો વડે હુમલો કરી દેતા ચાર વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જે અંગે ડીસા તાલુકા પોલીસે લક્ષ્મણસિંહની ફરિયાદના આધારે અમરતસિંહ, ચંદુજી, લક્ષ્મણસિંહ પન્નાજી,કમીબેન ચંદુજી અને પનાજી લાલજી સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસા ધરી છે.
જ્યારે પોલીસે સામાપક્ષે લક્ષ્મણસિંહ પન્નાજી સોલંકી એ જેણાજી રતનજી, બળવંતજી રતનજી, ભવનજી રતનજી અને રમજું બેન બળવંતજી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પિતા તેમના દીકરાને સ્કૂલેથી ઘરે લઈને આવતા હતા ત્યારે ગામના બસ સ્ટેશન પાસે જેણાજી રતનજી બળવંતજી રતનજી ભવનજી રતનજી હાથમા ધારિયું, પાઇપો લઈને ઊભા હતા અને તેમના પિતાને કેમ તમે અમારી સાથે અગાઉ ઝઘડો કર્યો હતો તેમ કહી હુમલો કરતા અન્ય લોકો છોડાવા પડતા તેમને પણ હથિયાર વડે માર મારી ઇજાઓ પહોંચાડી હતી.ઇજા ગ્રસ્તોને ડીસા તેમજ પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા.
આ પણ વાંચો : ડીસામાં ભારત માતાનું મંદિર બનશે, નગરપાલિકાની સાધારણ સભામાં વિકાસ કામોને મંજુરી