બનાસકાંઠા : શૈક્ષણિક સત્ર શરૂ થતા માલગઢ હાઇસ્કુલમાં ગાયત્રી યજ્ઞ યોજાયો
બનાસકાંઠા 15 જૂન 2024 : ઉનાળુ વેકેશન બાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા શાળામાં પ્રવેશ લેનાર બાળકોમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય તે હેતુથી ડીસાના માલગઢ ગામની આદર્શ હાઇસ્કુલમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળુ વેકેશન પૂરું થતાં શૈક્ષણિક વર્ષ 2024/25 શરૂ થતાં આજરોજ શેઠ એલ એચ માળી આદર્શ હાઇસ્કુલ માલગઢમાં દર વર્ષેની જેમ આ વર્ષે નવીન એડમીશન મેળવેલ ધો.9 ના બાળકો તેમજ શાળાના તમામ બાળકોના ઉજવળ ભવિષ્ય માટે માલગઢ ગાયત્રી પરિવાર ના પરિજનો દ્વારા ગાયત્રી યજ્ઞ કરી શિક્ષણ કાર્ય નું શુભારંભ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટ ના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઇ પઢીયાર ની ત્રીજી પુણ્ય તિથિ એ શ્રધાંજલિ આપવા માં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ અમૃતલાલ પઢીયાર, મંત્રી કસ્તુરભાઈ, ટ્રસ્ટી ડૉ.દેવિનભાઈ પઢીયાર, નાથાલાલ,જગદીશભાઈ,રવિભાઈ તથા આચાર્ય મિલનભાઇ તેમજ શાળા પરીવાર તથા ગાયત્રી પરિવાર ના લક્ષ્મણસિંહ,મોહનભાઈ,સુખદવભાઈ,નાથાજી અને વાલીમંડળના હસમુખભાઈ સહિત ગ્રામજનો તથા બાળકો હાજર રહ્યા હતા અને સનાતન ધર્મની સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટેની કામગીરી કરી હતી.
આ પણ વાંચો : ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા સ્કૂલ કક્ષાએ લેવાશે