બનાસકાંઠા : દાંતીવાડાના માળીવાસથી સોજત પગપાળા સંઘ રવાના
- છ દિવસ બાદ સોજત પહોંચી કુળદેવીના દર્શન કરશે
પાલનપુર : બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડાના માળીવાસથી સોજત જવા પગપાળા સંઘ રવાના થયો છે. ડીજેના તાલે નાચતા ગાતા નીકળેલ સંઘવી પરિવારનો આ સંઘ 6 દિવસે સોજાત પહોંચી કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરશે. સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડ્યા હતા.
બનાસકાંઠા : દાંતીવાડાના માળીવાસથી સોજત પગપાળા સંઘ રવાના#banaskantha #banaskanthanews #news #NewsUpdate #GujaratiNews #Gujarat #humdekhengenews pic.twitter.com/WMZVbLzp3G
— Hum Dekhenge News (@humdekhengenews) August 18, 2023
સાંખલા પરિવારની કુળદેવી જૈકલ માતાજીનો પગપાળા સંઘ આજે દાંતીવાડા માળીવાસથી મહેદી નગરી સોજત સીટી તરફ જવા રવાના થયો છે. દર વર્ષે નીકળતા આ સંઘમાં આ વર્ષે 125 થી વધુ લોકો જોડાયા છે. જેઓ ડીજેમાં તાલે વાજતે ગાતે માની આરાધના કરતા કરતા કુળદેવી માતાજીના સ્થાને પહોંચશે.આજ નીકળેલ સંઘ છ દિવસે સોજત પહોચી કુળદેવીના દર્શન કરશે.
આ સંઘમાં દરેક પગપાળા યાત્રાળુઓ માટે જમવાનું, ચા,નાસ્તો, સૂવાની વ્યવસ્થા દવાઓ સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. સંઘના મુખ્ય આયોજક અશોકભાઈ, અશોકભાઈ, ડાહ્યાભાઈ,નટવરભાઈ અને સર્વે ગામજનોએ ભારે જહેમત ઉઠાવી છે. આ સંઘ સોજત પહોચી ગયા બાદ ત્યાં વિશાળ ભજન સંધ્યાનું પણ આયોજન કરવામા આવ્યું છે. ત્યારબાદ બધા ભક્તો મળીને કુળદેવી માતાજીના પ્રસાદીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં સાર્વજનિક હેતુ માટે ફાળવેલી જમીન પર કોટ કરી બંધ કરી દેતા શરતભંગની ફરિયાદ