ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : જલગાંવ થી ટ્રકમાં ડુંગળીની આડમાં રાજસ્થાન લઈ જવાતો રૂ. 79 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપાયો

Text To Speech
  • ધાનેરા પાસે નેનાવા બોર્ડર પર પોલીસ ચેકીંગ સમયે જથ્થો મળ્યો
  • ધાનેરા પોલીસે બે શખ્સો સામે કરી કાર્યવાહી
  • કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેકપોસ્ટ પાસેથી ધાનેરા પોલીસે ડુંગળીના કટ્ટાની આડમાં મહારાષ્ટ્રના જલગાંવથી રાજસ્થાન લઈ જવાતો રૂ. 79 લાખનો પોષડોડાના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી છે.

બનાસકાંઠા જિલ્લો અને રાજસ્થાનને અડીને આવેલા નેનાવા ચેકપોસ્ટ પાસેથી ધાનેરા પોલીસે રૂ. 79 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપીને બે ઇસમોની અટકાયત કરી છે. રાજસ્થાનને અડીને આવેલ નેનાવા ચેક પોસ્ટ પર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગુજરાત તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલ એક ટ્રકને ઉભી રાખીને તેમાં તલાસી લેવામાં આવી હતી. દરમિયાન ડુંગળીના કટ્ટાની આડમાં પોષડોડા ભરેલા કટ્ટા મળી આવતા ધાનેરા પોલીસે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી હતી.

ધાનેરા પોલીસને ડુંગળીના કટ્ટાની આડમાં ટ્રકમાં છુપાવેલ પોષડોડાના 176 કટ્ટામાં કુલ 2655 કિલોગ્રામ પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 79 લાખ જેટલી થાય છે. આમ પોલીસે ટ્રક સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ટ્રક પોષડોડા ભરીને મહારાષ્ટ્રના જલગાંવથી નીકળી હતી અને ગુજરાત થઈને રાજસ્થાનના સાંચોર તરફ જઈ રહી હતી. જેમાં જીતુ નામનો ઇસમ ડ્રાઇવરને વોટસએપ કોલ કરીને લોકેશન આપી રહ્યો હતો. તે દરમિયાન જ પોલીસે આ ટ્રકને ઝડપી પાડી હતી.

પોષડોડા મંગાવનાર જીતુની તપાસ કરાશે

પોલીસે જોધપુરના લુણી ગામના ટ્રક ડ્રાઇવર પ્રેમકુમાર જાટ અને જોધપુરના ઓશિયા ગામના ખલાસી મનસુખ વિશ્ર્નોઈ નામના ઈસમોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમજ રાજસ્થાનમાં પોષડોડા મંગાવનાર જીતુ નામનો ઇસમ કોણ છે ? તેને લઈને પોલીસ દ્વારા તાપસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો : બનાસકાંઠા : પાટણ-ભીલડી અનરિઝર્લ્ડ ડેઈલી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ થતા ભીલડી ખાતે કરાયું સ્વાગત

Back to top button