બનાસકાંઠા : રાજસ્થાનથી આવતી સ્વિફ્ટ કારમાંથી રૂ. 1.90 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના કેટલાક અંતરિયાળ ગામડાઓમાં માદક દ્રવ્યોનું સેવન થાય છે. તેનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક લોકો રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે માદક દ્રવ્યો ગુજરાતમાં ઘૂસાડે છે. ત્યારે થરાદ પોલીસે સોમવારે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ નો રૂ. 1.90,000 નો જથ્થો ઝડપી લીધો છે. જેમાં રાજસ્થાનનો યુવક સંડોવાયેલો હોવાનું ધ્યાને આવતા તેની સામે કાયદેસર કાર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની હકીકત એવી છે કે, સરહદી વિસ્તારના થરાદ પાસે આવેલી ખોડા ચેકપોટ ખાતે થરાદ પોલીસનો સ્ટાફ વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સ્વિફ્ટ કાર રોકાવી તેમાં તલાસી લેતા કારમાંથી ગેરકાયદેસર લવાયેલ 19 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂપિયા 1.90,000 નો જથ્થો મળી આવ્યો હતો.
બાડમેર નો યુવક માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાઈ ગયો
પાલનપુર: થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી 19 ગ્રામ એમડી ડ્રગ્સ નો રૂ. 1.90,000 નો જથ્થો ઝડપી લીધો#palanpur #tharadpolice #mddrugs #drugs #drugsmuggling #Crime #crimeupdate #crimenews #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/dHtxUwR9ym
— Hum Dekhenge News (@humdekhengenews) January 3, 2023
જેમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોદારા ગામનો કેસરારામ ગંગારામ જાટ પાસેથી મળેલા આ મેફેડ્રોન નો જથ્થો પોલીસે કબજે લીધો હતો. તેમ જ રૂપિયા 5,000 નો એક મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યો છે.આમ પોલીસે કુલ રૂ. 1.95,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કારનાચાલક રાજસ્થાનના રામદેરીયા ગામના ઓખારામ બ્રાહ્મણ વિરુદ્ધ પણ નારકોટિક્સ કાયદાની કલમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો :રાજકોટ : ખીરસરા ખાતે ઓનલાઈન ડ્રોના માધ્યમથી 161 ઔદ્યોગિક પ્લોટની કરવામાં આવી ફાળવણી