ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ફાઇનાન્સ પેઢીમાં નોકરી કરતા ડીસાના યુવક સાથે રૂપિયા 13.50 લાખની ઠગાઈ

Text To Speech

પાલનપુર: ડીસાના હીરા બજારમાં આવેલી એક ફાઇનાન્સ પેઢીમાં નોકરી કરતા યુવકે માલિકને આપેલા રૂપિયા 13.50 લાખ માલિકે પરત ન કરી ઠગાઈ કરી ઉલટાનું પોતાના મળતીયા દ્વારા યુવક સામે ચેક રીટર્ન નો ખોટો કેસ કરાવી ધમકી આપી હોવાની ફરિયાદ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે નોંધાઈ છે.

ફાઇનાન્સ પેઢીના માલિકે જ રૂપિયા લઇ પરત ન કર્યા

આ અંગેની વિગત એવી છે કે, ડીસા હાઈવે પર એક્સિલનસી હોટલની સામે આવેલ રચના સોસાયટીમાં રહેતો સ્વપ્નિલ સંજયભાઈ ટાંક થોડા સમય અગાઉ ડીસાના હીરા બજારમાં સુપર માર્કેટમાં આવેલી નરસિંહદત્ત શિવદત ત્રિવેદીની મા ઓટો ફાઇનાન્સ પેઢીમાં નોકરી કરતો હતો. નોકરી દરમિયાન પેઢી માલિક નરસિંહદત ત્રિવેદીને અવાર નવાર પૈસાની જરૂર પડતી હોય સ્વપ્નિલે તેઓને છૂટક છૂટક ₹13.50 લાખ આપેલા હતા .જેની વારંવાર ઉઘરાણી કરવા છતાં તેઓ પૈસા પરત ન આપતા ન હતા. આથી સ્વપ્નિલના પિતા એ પણ ઉઘરાણી કરતાં તેઓ ઉડાઉ જવાબ આપતા હતા.

પૈસા આપવાની જગ્યાએ પોતાના મળતીયા દ્વારા યુવક પર ચેક રિટર્ન નો ખોટો કેસ કરાવ્યો

તેમજ સ્વપ્નિલ નોકરી કરતો હતો તે વખતે તેની બેગમાં પડેલા એસબીઆઇના ચેક તેઓની પાસે રહી ગયેલા હતા.જે ચેક નરસિંહદત ત્રિવેદીએ તેઓના મળતીયા ધાનેરા તાલુકાના ચારડા ગામના પહાડજી અજાજી રાજપુત મારફત બેંકમાં નખાવી ચેક રિટર્ન થયો હોવાની વકીલ મારફત નોટિસ મોકલી હતી. આમ સ્વપ્નિલ ટાંક ને પૈસા લેવાના હોવા છતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે નરસિંહદત્ત શિવદત ત્રિવેદી અને પહાડજી અજાજી રાજપુત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકો કલમ 406, 420, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: જુનિયર ક્લાર્કના પરીક્ષાર્થીઓને કેન્દ્ર પર પહોંચાડવા પોલીસની રિક્ષા વાળાઓને અપીલ

Back to top button