ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં રથયાત્રા દરમિયાન આખલાએ ભાગદોડ મચાવતા ચારને ઈજા

Text To Speech

પાલનપુર: ડીસામાં રથયાત્રા દરમિયાન આજે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અચાનક રખડતો આખલો તોફાને ચડતા ભાગદોડ મચી ગઈ હતી. જેમાં આખલાની અડફેટે આવતા ભાજપના પીઢ અગ્રણી અને પૂર્વ નગર સેવકની પુત્રી અને ભાભી સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

રખડતો આખલો-humdekhengenews

પૂર્વ નગર સેવકના પુત્રી,ભાભી સહિત ચાર વ્યક્તિને આખલાએ ઘાયલ કર્યા

ડીસા શહેરમાં જાહેરમાં ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે. આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ લોકોએ રખડતા પશુઓના ત્રાસનો સામનો કરવો પડ્યો હતો.

રખડતો આખલો-humdekhengenews

રથયાત્રા દરમિયાન અચાનક એક આખલો તોફાને ચડતા રથયાત્રામાં ભાગદોડ મચી ગઈ હતી અને રથયાત્રા જોવા આવેલા લોકો આખલાની અડફેટે આવતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. રથયાત્રા જ્યારે ગોલ્ડન પાર્ક પાસે પહોંચી ત્યારે અચાનક આખલો દોડતા ભાજપના પીઢ અગ્રણી અને પૂર્વ નગર સેવકની પુત્રી રિયા વાઘેલા અને ભાભી વર્ષાબેન વાઘેલા, દિલીપભાઈ સોનેજી અને રસિકભાઈ મોદી સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી જોકે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો:સિંગર હની સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે મોકલી વૉઇસ નોટ

Back to top button