ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુરના બાદરપુરામાં ફૂડ વિભાગનો દરોડો, બેકરીમાંથી 1280 કિલો લાલ ચટણીનો જથ્થો કર્યો સીઝ

Text To Speech
  • લાલ ચટણી ફાસ્ટ ફૂડમાં દાબેલી, વડાપાવવામાં વપરાતી હતી

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગે પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં આવેલી મેસર્સ સ્ટાર બેકરી ની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં રાખવામાં આવેલો અને વડાપાઉં તેમજ દાબેલીમાં વપરાતી લાલ ચટણી નો જથ્થો સીઝ કરી દીધો હતો. આ બેકરીમાં સ્વચ્છતાનો અભાવ જણાતાં વિભાગના અધિકારીએ બેકરીના માલિકને નોટિસ પણ પકડાવી દીધી હતી.


બજારમાં મળતી લાલ ચટણી હંમેશા ગુણવત્તાવાળી હોય તેવું માનવા ને કોઈ કારણ નથી. બિન આરોગ્યપ્રદ પણ હોઈ શકે છે. આવી અનેક ફરિયાદો વારંવાર ઊઠતી રહે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ફૂડ વિભાગના અધિકારીઓએ પાલનપુર તાલુકાના બાદરપુરા ગામમાં આવેલી મેસર્સ સ્ટાર બેકરી ની દુકાનમાં દરોડો પાડ્યો હતો.

આ દરોડામાં તપાસ દરમિયાન વડાપાઉં ને દાબેલી સાથે ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ લાલ ચટણીનો કુલ મળીને 1280 કિલોગ્રામ જથ્થો સીઝ કર્યો હતો. તેમજ રૂપિયા 64,000/-ના મુદ્દામાલ સાથે ફૂડ વિભાગના અધિકારીઓએ આ જથ્થામાંથી લાલ ચટણીના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બેકરીની દુકાનમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ દરોડા ની કાર્યવાહી બનાસકાંઠા ફૂડ વિભાગના ડેઝિગનેટેડ ઓફિસર ટી. એચ. પટેલ, ફૂડ ઓફિસર એમ. એલ. ગુર્જર, કુમારી પી.આર. ચૌધરી અને કુમારી એલ. એન. ફોફ નો ટીમે મેસર્સ સ્ટાર બેકરીને નોટિસ પણ આપી હતી. જ્યારે લાલ ચટણીના નમુના મેળવી તેને સીઝ કરવામાં આવ્યા છે. આ નમૂનાને લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠા : બાલારામ નદીના પટમાં 100 મીટર લાંબા ચેકડેમની કામગીરી શરૂ

Back to top button