ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લગ્નના માહોલ વચ્ચે ભેળસેળીયા વેપારીઓ પર તવાઈ, ડીસામાં ફૂડ વિભાગના તેલની દુકાનોમાં દરોડા

Text To Speech
  •  શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા

પાલનપુર : ડીસામાં લગ્નના માહોલ વચ્ચે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ભેળસેળ કરતા વેપારીઓની દુકાનોમાં દરોડા પાડ્યા હતા. જેમાં અલગ અલગ દુકાનોમાંથી શંકાસ્પદ તેલના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપ્યા છે.

   

અત્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ પણ સક્રિય બન્યા છે. ત્યારે આવા વેપારીઓને અંકુશમાં લાવવા અને લોકો અખાદ્ય ચીજવસ્તુઓ ખાવાથી બચે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મુહિમ શરૂ કરી છે. જે અંતર્ગત ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તેલના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી.


ડીસા વિભાગના ફુડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સ્પેક્ટર પ્રિયંકા ચૌધરી અને તેમની ટીમે ડીસામાં આવેલા જય જાગનાથ ટ્રેડર્સ અને શ્રી મોઢેશ્વરી ટ્રેડર્સમાં દરોડા પાડ્યા હતા. જયાંથી અલગ- અલગ બ્રાન્ડના શંકાસ્પદ તેલના સેમ્પલ લીધા હતા. આ શંકાસ્પદ તેલના સેમ્પલ વધુ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. ફુડ વિભાગની મુહિમથી અન્ય ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો : ઉનાળાની ગરમીમા નદીમાં નાહવા જતા હોય તો ચેતજો ! બે પરિવારે એકના એક પુત્રોને ગુમાવ્યા

Back to top button