બનાસકાંઠા : ડીસામાં મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો દરોડો
- મરચા અને હળદરના લેવાયા સેમ્પલ
- ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ પ્રસર્યો
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં મસાલાની ફેક્ટરી ઉપર ગુરુવારે બપોરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો. જ્યાંથી મરચા અને હળદરના સેમ્પલ લેવામાં આવ્યા છે. જીઆઇડીસી માં તપાસ હાથ ધરાતા વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
ડીસામાં મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મરચા અને હળદરના સેમ્પલ લેવાતા ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ#banaskantha #NewsUpdate #news #banaskanthaupdate #factory #merchants #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/bVGkUwVhH0
— Hum Dekhenge News (@humdekhengenews) December 29, 2022
ડીસામાં મરચા, હળદર, ઘી, તેલ, ચોખા અને બીડી જેવી અનેક ચીજ વસ્તુઓ ભેળસેયુક્ત કે ડુપ્લીકેટ મળતી હોવાની અનેકવાર ફરિયાદો ઊઠતી રહે છે. ત્યારે અગાઉ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આવી ચીજ વસ્તુઓના સેમ્પલ પણ લીધા હતા. જે ફેલ થતાં કસૂરવાર વેપારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યારે ગુરુવારે બપોરે શહેરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી બહુચર ફૂડ પ્રોડક્ટ નામની મરચાની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદના આધારે આ ફેક્ટરીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ફેક્ટરીમાંથી મરચાં અને હળદરના સેમ્પલ અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યા હતા, અને તેની સીલીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે સેમ્પલ હવે પછી લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા પછી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાશે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એમ. એલ. ગુર્જર સહિતની ટીમે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તંત્રની કાર્યવાહીના પગલે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : દાંતા તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગુલ્લી,વિદ્યાર્થીઓ જાતે ભણવા મજબુર