બનાસકાંઠા : પાલનપુરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો દરોડો, કેરીના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યાં
- ફરિયાદની રજૂઆતના આધારે કાર્યવાહી
પાલનપુર : પાલનપુરમાં કેરી રસ સેન્ટર પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. આકેસણ રોડ પર આવેલી કેરીના રસ સેન્ટર પર ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ કેરીના રસના સેમ્પલ લઇ તપાસ અર્થ મોકલવામાં આવ્યા છે. જોકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનાં અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે કે, લોકો દ્વારા કરેલ ફરિયાદના આધારે દરોડા પાડી સેમ્પલ લઈ તપાસ તપાસ અર્થ મોકલવામાં આવ્યાં છે.
બનાસકાંઠા જિલ્લામાં પનીર બાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફરિયાદના આધારે કેરીના રસ સેન્ટર ઉપર દરોડા પાડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આકેસણ રોડ પર આવેલી એક કેરી રસ સેન્ટર અંગે ફરિયાદ મળતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી. જે આધારે અધિકારીઓ કેરી રસ સેન્ટર પર પહોંચી શંકાસ્પદ કેરીના રસનો સેમ્પલ લઈ તપાસ અર્થ મોકલવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ અગાઉ ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ પેઢીઓ પર પનીરને લઈ ઓચિંતી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ જણાઈ આવતા પનીરના નમૂના લેવામાં આવ્યા હતા, વડગામ, છાપી, ડીસા, લાખણી અને થરાદમાંથી બે થી ત્રણ દિવસમાં બાર જેટલા પનીરના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રોંગ સાઈડમાં બાઈક ચલાવવું મોંઘુ પડ્યું : ડીસામાં જૂના બસ સ્ટેન્ડ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો