બનાસકાંઠા: તાજીયા જુલૂસને પગલે ડીસામાં પોલીસ મથકમાં યોજાઇ શાંતિ સમિતિની બેઠક
પાલનપુર: ડીસા શહેર દક્ષિણ પોલીસ મથક ખાતે મુસ્લિમ સમાજના મહોરમ તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં તાજીયાના ઝુલુસ દરમિયાન હથિયારનો ઉપયોગ ન કરવા માટે પણ પોલીસ અધિકારી દ્વારા આગેવાનોને સૂચના આપવામાં આવી હતી.
મુસ્લિમ સમુદાયના મુખ્ય તહેવારોમાં નો એક મહોરમ તહેવાર છે. ઈતિહાસમાં જણાવ્યા મુજબ મોહરમ મહિનાની 10 તારીખે પયગંબર હઝરત મોહમ્મદના પૌત્ર હઝરત ઈમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેણે ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું. આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. મહોરમના દિવસે ઇસ્લામ ધર્મના શિયા સમાજના લોકો તાજીયા કાઢીને શોક મનાવે છે ત્યારે ડીસામાં પણ આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં હિન્દુ સંગઠનો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત થયા હતા.
ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઇ શક્તિસિંહ ગોહિલે મહોરમ દરમિયાન કોઈપણ પ્રકારના હથિયારનો ઉપયોગ ન કરવા માટે મૌખિક સૂચના આપી હતી તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોહરમ તહેવારને લઈ શહેર દક્ષિણ પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના સંગઠનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, મોહરમ તહેવારને લઈ પોલીસ સહિત તંત્ર પણ સજ્જ છે અને તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તે માટે પોલીસે આગેવાનોને અપીલ કરી હતી અને આગેવાનોએ પણ તહેવારને શાંતિપૂર્ણ ઉજવવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચો : શું તમે જાણો છો ભારતમાં દર કલાકે રોડ અકસ્માતમાં કેટલા લોકોના મોત થાય છે?