બનાસકાંઠા : બ્રહ્માકુમારીઝ સંગઠન દ્વારા પાંચ લાખ વૃક્ષારોપણ કરાયા
- બ્રહ્માકુમારીઝના 8000 સેવા કેન્દ્ર દ્વારા પર્યાવરણ દિવસ ઉજવાયો
પાલનપુર : પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિને માનવ સમુદાય પોતાના સ્વાર્થને સંતોષવા તેનું દહન કરી ગેર ઉપયોગ કરી રહ્યો છે. ત્યારે સમગ્ર સૃષ્ટિના પર્યાવરણને બચાવવા અને રક્ષા કરવા બ્રહ્માકુમારીઝ ના દેશભરના 8,000 સેવા કેન્દ્ર પર વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા ગત વર્ષના ઉદ્દેશ 40 લાખ વૃક્ષારોપણ ના કાર્યો ને પૂર્ણ કરી આજે ( સોમવારે) એક દિવસમાં પાંચ લાખ વૃક્ષોને રોપી તેનું જતન કરવાના દ્રઢ સંકલ્પો સાથે સેવા કેન્દ્ર પર કાર્યક્રમ યોજાયા હતા.
સવારે 6 :00થી 9:00 વાગે દરેક સેવા કેન્દ્ર પર બ્રહ્માકુમારી બહેનો દ્વારા સર્વને નાના છોડ આપી સામૂહિક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને જીવનમાં વૃક્ષોના મહત્વ વિશે સમજાવી તેનું જતન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ પ્રકૃતિના પાંચ તત્વો પૃથ્વી, જળ, વાયુ, આકાશ અને અગ્નિને મનથી સન્માનિત કરી સમગ્ર સૃષ્ટિની રક્ષા માટે શ્રેષ્ઠ સંકલ્પો કરી તેમાં યોગદાન આપી સામૂહિક રાજયોગા અભ્યાસ કરી સમગ્ર દેશના 8000 સેવા કેન્દ્ર પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : તૈયાર રહો : ફરીથી બનાસકાંઠામાં પવન સાથે વરસાદની આગાહી