ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : જુના ડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ કવાટર્સમાં આગ લાગતાં દોડધામ

Text To Speech

પાલનપુર 28 મે 2024: ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બંધ કવાટર્સમાં આગ લાગતા દોડધામ મચી હતી.આ ક્વાર્ટર્સ બંધ હાલતમાં હોય અહીં કચરો જમા થતા એક વર્ષમાં ત્રીજી વખત આગ લાગી છે. ભરચક વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર આવેલું હોય આજુબાજુના રહીશોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું.ડીસા પાલિકાના ફાયર ફાઈટરે આવી આગ બુજાવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.

ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ક્વાર્ટર્સ બંધ હાલતમાં પડ્યા છે. જેમાં બાવળો ઊગી જતા તેમજ કચરો જમા થતા અગાઉ પણ બે વખત આગ લાગી હતી. જે તે વખતે ગ્રામ પંચાયત દ્વારા આરોગ્ય વિભાગને પત્ર લખી આ કવાટર્સની નિયમિત સાફ-સફાઈ કરાવવા અથવા તેઓને જરૂર ન હોય તો ગ્રામ પંચાયતને પરત આપવા માંગ કરી હતી. જે બાદ અહીં જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ પણ મુલાકાત લીધી હતી તેમ છતાં હજુ સુધી આ પ્રકરણનો કોઈપણ નિવેડો આવ્યો ન હતો.

ત્યારે આજે ક્વાર્ટર્સમાં ફરીથી આગ લાગી હતી. આરોગ્ય કેન્દ્ર ની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી વારંવાર આગના બનાવોથી રહીશોમાં ભાઈ ફેલાયેલો છે અને કોઈ દિવસ મોટી હેના હોનારત થશે તેવી દહેશતમાં લોકો જીવી રહ્યા છે. આજે આગ લાગતા ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમે દોડી આવી આગ બુજાવી હતી. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે વારંવાર બનતી આગની ઘટનાથી રહીશોમાં ભારે રોષ ફેલાયેલો છે અને આરોગ્ય વિભાગ હવે ઝડપથી આ બંધ કવાટર્સનો નિકાલ લાવે અથવા ગ્રામ પંચાયતને પરત સોંપે તેવી માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડઃ રાજ્ય સરકારનો કલેકટરોને આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો

Back to top button