બનાસકાંઠા: જુનાડીસા ભંગારના વાડામાં આગ ભભૂકી, ધુમાડાના ગોટા દૂર સુધી દેખાયા
પાલનપુર: ડીસા – પાટણ હાઈવે ઉપર આવેલા જુનાડીસા હાઈવે ઉપર સતરા શહીદ દરગાહ આવેલી છે. આ દરગાહ સામે આવેલા ભંગારના એક વાડામાં અગમ્ય કારણોસર શનિવારે સવારે 10:30 વાગ્યા આસપાસના સુમારે આગ લાગી હતી. એકાએક ભંગારના વાડામાં લાગેલી આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા. આ આગ કારણે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અને લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.
જ્યારે આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરનો સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ આગમાં ભંગારનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જેથી ભંગારના વેપારીને મોટું નુકસાન થયાનો અંદાજ છે. આ આગ લાગવા પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :ગૃહમંત્રી અમિત શાહની અનોખી પહેલ, CAPFની પરીક્ષા ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં આપી શકાશે