ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના જાબડીયામાં ફોન કરવા બાબતે પિતા-પુત્રોનો યુવક પર હુમલો

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના ઝાબડિયા ગામે ફોન કરવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવક પર પિતા અને બે પુત્રોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે મુડેઠા ગામે પણ રસ્તા પર ચાલવા બાબતે ધોકા વડે હુમલો થતાં ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ નોંધાવી હતી.

ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખેસડાયો

ડીસા તાલુકાના ઝાબડિયા ગામે રહેતા જીવણ પરમાર ખેતીવાડી કરી પરિવારનો ગુજરાન ચલાવે છે. જેઓ તેમના ગામમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે તેમના કુટુંબી ધર્માભાઈ પરમાર અને તેમના બે પુત્રો મળ્યા હતા અને ધર્માભાઈએ તેમના પુત્રને કેમ ફોન કરે છે તેમ કહી જીવણભાઈ સાથે બોલાચાલી કરી હતી. જ્યારે જીવણભાઈએ તેમનો વિરોધ કરવા જતા પિતા અને બે પુત્રો ઉશ્કેરાઈ ગયા હતા અને જીવણભાઈ પર હુમલો કર્યો હતો.

 યુવક પર હુમલો-humdekhengenews

આ પણ વાંચો :બનાસકાંઠા: અમીરગઢ પાસે ટ્રેલરમાં પથ્થરના પાવડરની આડમા લઇ જવાતા માદક પ્રદાર્થના જથ્થા સાથે એકની અટકાયત

ત્રણેય શખ્સોએ પથ્થર વડે હુમલો કરતા જીવણભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવી જીવણભાઈને હુમલામાંથી છોડાવ્યા હતા. તેમજ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Back to top button