ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

બનાસકાંઠા : થરાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માત, 1 બાળક અને 3 શ્રમિક મહિલાના મૃત્યુ

Text To Speech

થરાદ, 9 ફેબ્રુઆરી : બનાસકાંઠાના થરાદ નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. જ્યાં ખેંગારપુરા ગામ પાસે રેતી ભરેલું ડમ્પર પલટી ગયું હતું. જેના કારણે રોડની બાજુમાં કામ કરતા 4 મજૂરોના મૃત્યુ થયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારે ડમ્પર માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

જેસીબી વડે મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો

પોલીસે જણાવ્યું હતું કે ડમ્પર પલટી જતાં રસ્તાની બાજુમાં મજૂર તરીકે કામ કરતી ત્રણ મહિલાઓ અને એક બાળકના મોત થયા હતા. ઘટના બાદ લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું હતું અને જીસીબી દ્વારા મૃતકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઉપરાંત મૃતદેહોને પણ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

જગ્યા ન હોવા છતાં ચાલક ડમ્પરને બહાર કાઢી રહ્યો હતો

આ સમગ્ર મામલે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તમામ મૃતકો દાહોદ જિલ્લાના હતા, જેઓ ત્યાં મજૂરી અર્થે આવ્યા હતા. થરાદ પોલીસના જણાવ્યા મુજબ રોડનું કામ ચાલી રહ્યું હતું અને ટર્ન લેવા માટે જગ્યા ન હતી. તેમ છતાં ચાલક ડમ્પરને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જેના કારણે ડમ્પર પલટી મારી ગયું હતું.

આ પણ વાંચોઃ- પોક્સો એક્ટ મુજબ ગુનો સાબિત થાય તો પીડિતાની અરજીને પ્રાથમિકતા નહીં મળે : કેરળ હાઈકોર્ટ

Back to top button