ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા માર્કેટ યાર્ડ માં તમાકુની હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોનો હોબાળો

Text To Speech

પાલનપુર: ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટયાર્ડ પછી સૌથી મોટા માર્કેટયાર્ડમાં જેની ગણના થાય છે તેવા ડીસા માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીના પ્રથમ દિવસે સોમવારે જ ખેડૂતોએ તમાકુના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો.

ખેડૂતોને પોષણક્ષમ ભાવ ના મળતા હોવાની ફરિયાદ

તમાકુની હરાજી-humdekhengenews

હરાજીમાં તમાકુના ભાવ રૂ. 700 જેટલા બોલાતા ખેડૂતો નારાજ થયા હતા. તેમણે રૂપિયા 1500 નો ભાવ મળવો જોઈએ તેવો આગ્રહ રાખી ખેડૂતોનું એક મોટું ટોળું માર્કેટયાર્ડ ઓફિસની આગળ ધસી ગયું હતું. જ્યાં ભારે હોબાળો થયો હતો, અને ખેડૂતોએ તમાકુના ભાવને લઈને માર્કેટયાર્ડના સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી.

પરેટી પ્રમાણે તમાકુના ભાવ મળે છે : માર્કેટયાર્ડના સુત્રો

આ દરમિયાન તમાકુની હરાજી થોડા સમય માટે બંધ રહી હતી. જ્યારે માર્કેટ યાર્ડના સત્તાધીશો સાથે તમાકુની ક્વોલિટીના ભાવને લઈને ચર્ચાઓ થઈ હતી. જેમાં માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, તમાકુમાં પેરેટી પ્રમાણે ભાવ પડતો હોય છે. આ અંગેની સમજ ખેડૂતોને કરવામાં આવી હતી. ત્યારબાદ તમાકુની બંધ થયેલી હરાજી પુનઃ શરૂ થઈ હોવાનું તેઓએ ઉમેર્યું હતું. પરંતુ થોડા સમય માટે હોબાળો થતા હરાજી બંધ રહી હતી.

તમાકુની હરાજી-humdekhengenews

અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા તમાકુના ઉત્પાદન કરતા ખેડૂતોને તમાકુના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે માર્કેટ યાર્ડમાં પોતાનો તમાકુનો જથ્થો લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પરંતુ હરાજીના પ્રથમ દિવસે જ હોબાળો મચી ગયો હતો.

આ પણ વાંચો :મહેમાનોને ભગવાન માનવામાં આવે છે, પરંતુ જ્યારે ઔરંગઝેબ આવ્યો…’, કેજરીવાલને આસામના સીએમએ આપ્યો જવાબ

Back to top button