ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

એચપીસીએલ પાઈપલાઇન મુદ્દે બનાસકાંઠાના ખેડૂતોમાં હજુ પણ અસંતોષ

પાલનપુરઃ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત આસપાસના અનેક જિલ્લાના ખેડૂતો છેલ્લા થોડાં વર્ષથી એચપીસીએલની પાઇપલાઇનને કારણે હેરાન થઈ રહ્યા છે. આ અંગે ખેડૂત આગેવાન કલ્યાણ રબારીની આગેવાની હેઠળ ખેડૂતો વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે, તે ઉપરાંત સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ પણ રજૂઆત કરતા રહ્યા છે પરંતુ હજુ સુધી વળતર સહિત સમસ્યાઓનો ઉકેલ ન આવતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયેલો છે.

બનાસકાંઠામાં રાજસ્થાનના પંચપદરાથી ચંડિસર એટલેકે બાડમેર – પાલનપુર સુધી એચ.પી.સી.એલ.કંપનીની દ્વારા ખેડૂતોની જમીન પર પાઇપલાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામ દરમ્યાન બનાસકાંઠા જિલ્લાના લગભગ ૮૦૦ ખેડૂતોના ખેતરોમાં કંપની દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ બાદ ખેડૂતોને જમીન સંપાદનમાં જમીન વળતર, પાક, ઝાડ અને બાંધકામના આપવામાં આવી રહેલા વળતરને લઈ ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો. જેને પગલે ડીસાના એક જાગૃત ખેડૂત કલ્યાણ રબારીએ સમગ્ર મામલાનો અભ્યાસ કર્યો હતો અને અભ્યાસ બાદ ગુજરાત સરકારમાં છેલ્લા બે વર્ષથી રજૂઆત કરી રહ્યા હતા. જેમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં નિર્ણય લઈને કંપનીને નિયમ મુજબ ખેડૂતોને વળતર ચૂકવી આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

એચપીસીએલ પાઈપલાઇન-HDNEWS

ખેડૂતો દ્વારા રાજ્ય સરકારમાં અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે સરકારના મેહસૂલ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લાના 800 ખેડૂતોને લગભગ 8 થી 10 કરોડનું વળતર મળશે. ત્યારે આ જમીન વળતરમાં જમીન સંપાદન અધિનિયમ -2013 મુજબની જોગવાઈઓ 100ટકા સોલેસિયમ રકમ ને લઈને બે વર્ષ થી લડત ચાલી રહી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્યણ લઈ પાલનપુર પ્રાંતને જવાબ દારી સોપાઈ હતી.

સરકારે જવાબદારી સોપ્યા પછી ખેડૂતોએ પાલનપુર પ્રાંત અધિકારી પર આશા રાખી હતી કે પ્રાંત અધિકારી ખેડૂતોના હિતમાં હુકમનો વહેલી તકે અમલ કરાવે. પરંતુ સમય જતાં પણ હજી સરકારના હુકમનુ પાલન ન થતાં ખેડૂતોમાં ફરી રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત સરકારે બનાસકાંઠાના ખેડૂતોના હિતમાં નિર્ણય લિધા પછી પણ જે-તે જવાબદાર અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસનની રકમ ન આપતાં ખેડૂતોએ ફરી કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, બે દિવસ અગાઉ પણ CM સાથે સ્વાગત કાર્યક્રમમાં મળવાનું થયું હતું અને આ મુદ્દે વાત કરી હતી, ત્યારે CMએ કહ્યું હતું કે બાકી રહેલાં કામ જલ્દી જ પુરા કરવામાં આવશે.

આ પણ વાંચો: અંબાજી મંદિરના પ્રસાદમાં નકલી ઘીના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Back to top button