બનાસકાંઠા : થરાદના ખેડૂતો ખાતર સાથે જરૂરિયાત વિનાની દવા લેવા મજબુર
પાલનપુર : વાવ, થરાદ, સુઈગામ અને વિસ્તારની કેટલીક એગ્રોની દુકાનો ના માલિકો દ્વારા ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. યુરિયા ખાતર મેળવવું હોય તો સાથે બિનજરૂરી વસ્તુ ખેડૂતને બળજબરીથી પધરાવવામાં આવતી હોવાની ખેડૂતોમાં રાવ ઉઠી છે.
બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઈગામ તાલુકાના સહરદી વિસ્તારના છેવાડાના ગામડાઓના ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા માટે વધારે પડતો માલ ખરીદ કરવો પડતો હોવાની ખેડૂતોમાં રાવ ઉઠવા પામી છે. ત્યારે વાવ, થરાદ લાખણી અને સુઈગામ તાલુકાના ખેડૂતોની રાવ છે કે, યુરિયા ખાતર અમે જ્યારે લેવા જઈએ છીએ ત્યારે એગ્રો માલિકો બિનઅધિકૃત રીતે રાસાયણિક દવાનો વેપાર કરતા માલિકો દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન પરેશાન કરાય છે. એક ખેડૂતને એક યુરિયા બોરીની જરૂર હોય છે.
ત્યારે સામે 300 થી 400 રૂપિયાની બીજી વધારાની વસ્તુ એગ્રો માલિકો દ્વારા પધરાવી દેવામાં આવે છે. અને જો આ વસ્તુ ખેડૂત દ્વારા લેવાનો ઇન્કાર કરવામાં આવે તો ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી.
જેથી આવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પ્રશ્નનો હલ થાય તેવી કાર્યવાહી કરવામાં આવે તેવી સરદી વિસ્તારના ખેડૂતોની ઉગ્ર માગ ઉઠી છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી કોઈ પગલાં લેશે કે પછી આવી એગ્રો ની હાટડીઓ વાળાઓને સમર્થન આપશે એ જોવાનું રહ્યું.
આ પણ વાંચો : કચ્છમાં સર્જાઈ દુર્ઘટના : 50 ફૂટ ઉપરથી પથ્થરો ધસી પડતા 5 શ્રમિકો દટાયા