ઉત્તર ગુજરાતગુજરાત

પરિવારિક ઝઘડાનું મનદુઃખ રાખી કર્યો હુમલો:ડીસામાં ભાઈ-ભાભીએ કિશોરી પર એસિડ ફેંકી તેના પરિવારને મારી નાખવાની આપી ધમકી

Text To Speech
  • પિતરાઈ ભાઈ-ભાભી સામે ફરિયાદ નોંધાઈ

પાલનપુર : ડીસામાં પારિવારિક ઝઘડાનું મનદુઃખ રાખી કિશોરીને તેના ફોઈના દીકરા ભાઈ અને ભાભીએ હાથ મરડીને હુમલો કર્યો હતો. અને મોં પર એસિડ ફેંફી તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે. જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે હુમલો કરનાર પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે.

ડીસાના ઉત્સવ બંગ્લોઝ ખાતે રહેતી 17 વર્ષીય કિશોરી એન્જલ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. કિશોરીના પિતાને તેની ફોઈનો સામાજિક વ્યવહાર યોગ્ય ન લાગતો હોઇ સગાઈ પ્રસંગે બોલાવ્યા ન હતા. જેથી બંને પરિવાર વચ્ચે મનદુઃખ હતું. તે દરમિયાન આ સગીરા એન્જલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે ગઈ હતી. તે સમયે તેમના ફોઈના દીકરા ભાઈ મુકેશ રાઠોડ અને તેની પત્ની પણ તેમની દીકરીને લેવા માટે આવ્યા હતા અને તે સમયે પારિવારિક ઝઘડાનું મનદુઃખ રાખી આ પતિ-પત્નીએ કિશોરીનો હાથ મરડી હુમલો કર્યો હતો. તેમજ તેના પર એસિડ ફેંકવાની અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનાથી ડરી ગયેલી સગીરા ત્યાંથી ઘરે પરત જઈ રહી હતી. તો આ બંને પતિ-પત્ની પણ તેની પાછળ પાછળ ઘર સુધી ગાળો બોલતા બોલતા ગયા હતા અને ત્યાંથી નાસી ગયા હતા. જે બનાવ અંગે સગીરાએ તેના પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ આ સગીરા તેના પરિવાર સાથે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચી હતી અને હુમલો કરનાર પિતરાઈ ભાઈ-ભાભી સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : 85 વર્ષિય વૃદ્ધા માટે વરદાન રુપ સાબિત થયો સ્વાગત કાર્યક્રમ, આ રીતે મળ્યું સમસ્યાનું સમાધાન

Back to top button