બનાસકાંઠા : પરીક્ષાર્થીઓ માટે પાલનપુર ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો નું આયોજન
પાલનપુર : સમગ્ર રાજ્યમાં રવિવારે લેવાનારી તલાટીની પરીક્ષા માટે પરીક્ષાર્થીઓ સરળતાથી પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચે તે માટે એસટી ના પાલનપુર ડિવિઝન દ્વારા વિશેષ એક્સ્ટ્રા બસો નું સંચાલન કરવામાં આવશે. પાલનપુર વિભાગ અને ડીસા ડેપો દ્વારા અનેક રિઝર્વેશન સેન્ટરો ઉભા કરાયા છે
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટી પરીક્ષા 7 મે રવિવારના રોજ લેવાનાર છે. આ પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લામાંથી હજારો પરીક્ષાર્થીઓને કચ્છ, અમદાવાદ, ગાંધીનગર,સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા ખાતે પરીક્ષા આપવા જવું પડશે. જે માટે પરીક્ષાર્થીઓ પોતાના ગંતવ્ય સ્થળ પર સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર ડિવિઝન દ્વારા વધારાની બસો મૂકવામાં આવશે. પાલનપુર ડિવિઝનના વિવિધ ડેપો તેમજ વિવિધ બસ સ્ટેશનથી પરીક્ષાર્થીઓ માટે વહેલી સવારથી લઈને અનેક બસો એક્સ્ટ્રા દોડાવવામાં આવશે. જેમાં ડીસા ડેપો દ્વારા અંદાજિત 20 થી વધારે ઓનલાઇન રિઝર્વેશન સેન્ટર ઉભા કરાયા છે. પરીક્ષાર્થીઓએ પણ આ બસની સેવાનો લાભ લેવો હોય તો વહેલી તકે બુકિંગ કરાવી લેવા પણ ડેપો દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : સૂઈગામના ઉચોસણ ગામ નજીક તળાવમાં ડૂબી જતાં 3 પિતરાઈ ભાઈ બહેનોના મોત નિપજતાં અરેરાટી