બનાસકાંઠા: ડીસા એપીએમસીની ખેડૂત વિભાગની 10 બેઠકો માટેની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

પાલનપુર: ડીસા માર્કેટયાર્ડ ના સંચાલક મંડળ ની ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે સોમવારે સવારથી જ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ અને કોગ્રેસ ના દિગ્ગજ નેતા ગોવાભાઈ દેસાઈ ની પેનલ વચ્ચે ટકકર જામી હતી. સવારથી સાંજ સુધી ખેડૂત વિભાગના 2939 મતદારો પૈકી 2852 મતદારો એ મતાધિકાર નો ઉપયોગ કર્યો હતો.
દસ બેઠક ના 23 ઉમેદવારો ના ભાવી મતપેટી માં સીલ: 2939 પૈકી 2852 મતદારો એ મતદાન કર્યુ
ઉત્તર ગુજરાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા ડીસા માર્કેટયાર્ડ સંચાલક મંડળ ના ખેડૂત વિભાગ ની 10 બેઠકો માટે સોમવારે સવારે નવ વાગ્યા થી સાંજના પાંચ કલાક સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વહેલી સવારથી જ મતદાન માટે ખેડૂત મતદારોની લાંબી કતાર લાગી ગઈ હતી. ચૂંટણી અધિકારી યુવરાજસિંહ ચૌહાણ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાત બુથ પર આ મતદાન યોજાયું હતું.
મંગળવારે એપીએમસી કચેરી માં મત ગણતરી હાથ ધરાશે
ખેડૂત વિભાગના 10 ડિરેક્ટરો માટે 2939 જેટલા મતદારો નોધાયા હતાં. જે પૈકી 2852 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સોમવારે યોજાયેલી ચૂંટણીમાં ડીસા એપીએમસી ના વર્તમાન ચેરમેન અને ભાજપ સમર્પિત ધારાસભ્ય માવજી દેસાઈ તેમજ કોગ્રેસ ના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈની પેનલ વચ્ચે ટક્કર જામી હતી. તો ચૂંટણીમાં બંને પેનલના દાવેદારોએ પોત પોતાની પેનલ વિજેતા બનશે તેવો આશા વ્યક્ત કરી હતી.
મંગળવારે મત ગણતરી હાથ ધરાશે
ડીસા એપીએમસી ની સોમવારે યોજાયેલી ચૂંટણીમાં 23 ઉમેદવારો ના ભાવી મતપેટીમાં સીલ થયા હતાં. જો કે, આજે સવારથી જ ડીસા એપીએમસી કચેરીમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરવામાં આવશે તેમ ચૂંટણી અધિકારી યુવરાજસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું.
દસ વર્ષ બાદ ચૂંટણી યોજાતા મતદારો માં ઉત્સાહ
ડીસા એપીએમસી ની ચૂંટણી વર્ષ 2012 માં યોજાયા બાદ એક વખત સરકાર દ્વારા નોમિનેટ બોડી મુકવામાં આવી હતી અને વર્ષ 2018 માં ચેરમેન માવજી દેસાઈ ના નેતૃત્વ માં બિનહરીફ ચૂંટાયા હતાં. જો કે, 10 વર્ષ બાદ ચૂંટણી યોજાતા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :Gujarat Update : આજે કોરોના છેલ્લી પાટલીએ બેઠો, માત્ર 174 કેસ નોંધાતા રાહત
સાત બુથ માં 2939 પૈકી 2852 મતદાન થયું
* બુથ નંબર 1 – 416 (થયેલ મતદાન 392)
* બુથ નંબર 2 – 421 (થયેલ મતદાન 418)
* બુથ નંબર 3 – 405 (થયેલ મતદાન 390)
* બુથ નંબર 4 – 392 (થયેલ મતદાન 383)
* બુથ નંબર 5 – 396 (થયેલ મતદાન 391)
* બુથ નંબર 6 – 435 (થયેલ મતદાન 423)
* બુથ નંબર 7 – 474 (થયેલ મતદાન 455)