ઉત્તર ગુજરાતચૂંટણી 2022

ચૂંટણી દરમિયાન રૂ. ૧૦ લાખથી વધારે રકમની લેવડ-દેવડમાં ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવી પડશે : DDO

Text To Speech

પાલનપુર: વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 સંદર્ભે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેંકના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટર આનંદ પટેલે ચૂંટણી ખર્ચ ઉપર વોચ રાખવા અંગે બેન્કર્સને જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની ગઇ છે ત્યારે કોઇપણ પ્રકારની શંકાસ્પદ લેવડ-દેવડ કે નાણાંકીય વ્યવહાર પર ખાસ વોચ રાખવામાં આવે. તેમણે કહ્યું કે, આપણા જિલ્લાની વિધાનસભા બેઠકો માટે આગામી તા. 10 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પડવાનું છે ત્યારે ઉમેદવાર અથવા તો તેના એજન્ટ સંયુક્ત બેંક ખાતું ખોલાવી શકશે પરંતુ તેના પરિવારના સભ્યો જેવા કે પતિ, પત્નિ અને સગાસંબંધીનું સંયુક્ત ખાતું ખોલાવી શકાશે નહીં. જે બેંક ખાતાઓ એક્ટીવ ન હોય અને તેવા ખાતાઓમાંથી રૂ. 1 લાખ ઉપરના વ્યવહાર થાય અથવા તો આરટીજીએસ કે શંકાસ્પદ વ્યવહાર જણાય તો તેના પર નજર રાખવા જણાવ્યું હતું.

બનાસકાંઠા : ચૂંટણી દરમિયાન રૂ. ૧૦ લાખથી વધારે રકમની લેવડ-દેવડમાં ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવી પડશે : DDO - humdekhengenews

આ પણ વાંચો : નેતાઓની સાથે હવે ચૂંટણી પ્રચારના સામાનની પણ બોલબાલા

બેઠકમાં ખર્ચ નિયંત્રણના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, દરેક બેન્કોએ નિયત પત્રકમાં રોજે રોજ ખર્ચ મોનીટરીંગ સેલને વિગતો મોકલવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇ પણ વ્યક્તિના ખાતામાંથી રૂ. 10 લાખથી વધારે રકમની લેવડ-દેવડ કરવામાં આવે તો ઇન્કમ ટેક્ષ વિભાગને જાણ કરવાની રહેશે. તેમણે કહ્યું કે, શંકાસ્પદ નાણાંકીય વ્યવહારો થતાં અટકાવવા માટે ચૂંટણી પંચની સુચના મુજબ કામગીરી કરવાની રહેશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ.કે.ગઢવી, લીડ બેંક મેનેજર ગાંધી સહિત વિવિધ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button