ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: આધુનિકરણ થવાથી ભારત દુનિયાના વિકસિત દેશોની હરોળમાં : પૂર્વમંત્રી પ્રકાશભાઈ મહેતા

પાલનપુર: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણની સિદ્ધિઓ વિશે ભાજપ દ્વારા દેશમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવવામાં આવેલ છે, જે અંતર્ગત મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી પ્રકાશભાઈ મહેતાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવેલ કે સમાજના છેવાડાના માનવી સુધી કરેલા કામો એક મહિના સુધી પહોંચાડવાના ભાગ માટે હું પણ તમારી સમક્ષ આવ્યો છું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલા કામોથી ઉર્જા સાથે આવનારા સમયમાં રામરાજ્યની સ્થાપના પૂરેપૂરી થશે.

પાલનપુરમાં ‘મીટ ધ પ્રેસ’ યોજાઈ

આજે દેશમાં સંરક્ષણ ક્ષેત્રે, મહિલા સશક્તિકરણ, આરોગ્ય વિશે, શિક્ષણમાં, સલામતીમાં, તમામ ક્ષેત્રે જે કામો થઈ રહ્યા છે તેનાથી દેશના તમામ લોકો સંતુષ્ટ છે. ઇન્ફાસ્ટ્રક્ચર ની વાતો કરતા જણાવેલ કે ભારતના તમામ રસ્તાઓ, રેલવેના કામો, આધુનિકરણ સાથે થવાથી ભારત દુનિયાના વિકસિત દેશોની હરોળમાં છે. દેશમાં પ્રશ્નો હોય પરંતુ પ્રશ્નોને સહેલાઈથી ઉકેલ લાવી ભાજપની આ કેન્દ્ર સરકારે કામો કરેલા છે. વૈભવશાળી ભારત નિર્માણ થવા માટે દેશ ચાલી રહ્યો છે. પ્રકાશભાઈ મહેતાએ વધુ જણાવેલ કે દેશ ઇકોનોમીમાં પણ અન્ય દેશો કરતા ભારત આગળ ચાલી રહ્યો છે. જીએસટી ના કારણે તમામ રાજ્યોને વધારે પૈસા મળતા થયા છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની જોડી અદભુત છે.

ગરીબ કલ્યાણની સિદ્ધિ-humdekhengenews

તેમના કારણે પણ દેશમાં વિકાસમાં અને સંગઠનમાં પણ કામોમાં અને માર્ગદર્શનમાં પણ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે. પાકિસ્તાન વિશે વાત કરતા જણાવેલ કે, પહેલા પાકિસ્તાન કાંકરીચાળો કરે તો કોઈ વળતો જવાબ આપતું ન હતું આજે સર્જીકલસ્ટ્રાઈક કરી અનેક રીતે જડબાતોડ જવાબ આપ્યો છે વિપક્ષો વિશે વાત કરતા જણાવેલ કે રાજનીતિ ભ્રષ્ટાચાર, ઇન્ડસ્ટ્રીયલ ભ્રષ્ટાચાર, આપણે પકડ્યા છે તેનાથી આ લોકો એક થયા છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાન્સભાઈ પ્રજાપતિ, અમદાવાદ શહેર મહામંત્રી બક્ષીપંચ મોરચા જીતુભાઈ ખરચરીયા, જન સંપર્ક અભિયાનના ઇન્ચાર્જ કૈલાશભાઈ ગેહલોત, જિલ્લા મિડીયા ઇન્ચાર્જ રશ્મિકાંત મંડોરા સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા એક મહત્વપૂર્ણ બેઠકની થઇ રહી છે ચર્ચા; પરંતુ કેમ?

Back to top button