ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસાના ભીલડી પાસે ઇનોવા કાર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર

Text To Speech
  • બાઇક સવાર ભડથ ગામના બે યુવકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા

પાલનપુર : ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. એક ઇનોવા કાર ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ડીસા તાલુકાના ભડથ ગામે રહેતા 30 વર્ષીય લક્ષ્મણસિંહ વાઘેલા અને 22 વર્ષીય ડુંગરસિંહ વાઘેલા નામના બે યુવકો ભીલડી પાસે આવેલા લોરવાડા હાઇવે પરથી પસાર થઈ રહ્યાં હતા.

તે સમયે પાછળથી આવી પુરપાટ ઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલકે બાઈકને અડફેટે લેતા બંને યુવકો રોડ પર પટકાયા હતા અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં રોડ પર પટકાતા બને યુવકોને ગંભીર ઇજા પહોંચતા લોહીલુહાણ થઈ ગયા હતા. અકસ્માત થતાં જ આજુબાજુના લોકો ઘટના સ્થળે થોડી આવ્યા હતા અને અકસ્માત અંગે જાણ થતાં 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ પણ બનાવ સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય પહોંચ્યા મા અંબાના ધામે

Back to top button