બનાસકાંઠા: પાલનપુરમાં ટ્રેલર પરનું બોઇલર વીજ વાયરને અડી જતાં ચાલકને લાગ્યો કરંટ
પાલનપુર: એરોમા સર્કલથી ડીસા તરફ જઈ રહેલ ટ્રેલરમાં બોઇલર મુકી લઇ જવાતુ હતુ.તે સમયે ઉપરનો ભાગે વીજવારને અડકી જતા ટ્રેલરમાં કરંટ પ્રસરી ગયો હતો. જેથી ચાલકને કરંટ લાગતા 108 મારફતે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાલનપુર એરોમા સર્કલ થી ડીસા તરફ જતા રોડ ઉપર ટેઇલર નંબર gj-06-az-5824 ઉપર મુકી લોખંડનુ હેવી બોઇલર નંદાસણ થી મોરબી લઇ જવાતુ હતુ.તે સમયે ઇલેક્ટ્રિક જીવીત વાયર બોયલરને અડકી જતા ટ્રેઇલરમાં કરંટ પ્રસરી ગયો હતો.જેથી ટાયર સળગવા લાગ્યુ હતુ.અને ટ્રેલરમાં કરંટ પ્રસરી જતા ડ્રાયવર કેશરારામ ચૌધરીને કરંટ લાગ્યો હતો.
લોકોએ સારવાર અર્થે ખસેડાયો
જેથી આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.તેમજ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અને 108 અને વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી.જેથી 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ચાલકને સારવાર માટે ખસેડાયો હતો.તેમજ વીજ પુરવઠો બંધ કરી વાહનને મહા મુસીબતે ખસેડવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો :અંકલેશ્વર : ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, આસપાસના ગોડાઉન પણ ભડકે બળ્યા