બનાસકાંઠા: ડીસામાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટી, ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ
પાલનપુર: ડીસામાં લેખરાજ ચાર રસ્તા પાસે અચાનક પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી. જેના કારણે બોરમાંથી લાઈન ચાલુ થતાં હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું અને રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાઈ જતાં ભર ઉનાળામાં રોડ પર ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સ્થાનિક લોકોએ આ ઘટના અંગે જાણ કરતા ડીસા નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાક સુધી કામ કરી પાઇપલાઇન રીપેર કરી પાણીનો વ્યય અટકાવ્યો હતો.
પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી રીપેર કરી પાણીનો વ્યય અટકાવ્યો
ડીસા નગરપાલિકાની ટીમ પહોંચે ત્યાં સુધીમાં તો હજારો લિટર પાણી વહી ગયું હતું,અને લાઈન બંધ કરાવી પાઇપલાઇન રીપેર કરી હતી. જો કે પાલિકાની ટીમ તાત્કાલિક પહોંચી કામગીરી શરૂ કરતા વધુ પાણીનો વેડફાટ અટકી ગયો હતો.
આ પણ વાંચો : કેજરીવાલે PM મોદી પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- વડાપ્રધાન માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલા