બનાસકાંઠા: ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ડીસામાં કરાયું પ્રતિજ્ઞા વાંચન


પાલનપુર: ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે જાગૃતિ ટ્રસ્ટ અને ડીસાવળ રોહિત સમાજ દ્વારા એક સામાજિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બાબા સાહેબના રથ સાથે ડીસાવળ રોહિત સમાજના આગેવાન અને જાગૃતિ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અશ્વિનભાઈ પરમાર તેમજ રોહિત સમાજના આગેવાનો જોડાયા હતા. બાબા સાહેબ અમર રહોના નારા સાથે આ રેલી બાબા સાહેબની પ્રતિમાએ આવી પહોંચી બાબા સાહેબને પુષ્પ માળા પહેરાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
ત્યારબાદ અશ્વિનભાઈ પરમાર દ્વારા પ્રતિજ્ઞા નું વાંચન કરવામાં આવ્યું હતું . સૌ સમાજના બંધુઓએ ડીજેના તાલે બાબા સાહેબના ગીતો પર નાચ ગાન કરી જન્મજ્યંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી ચિંતન સભામાં જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો મુકેશભાઈ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નયનાબેન સોલંકી, નિરવભાઈ પરમાર, કોર્પોરેટર જગદીશભાઈ મોદી, વિજય ગાંધી, દશરથ સોલંકી, મંગલપાર્ક અને હિમાલય સોસાયટીના રહીશો અને ભીમ સૈનિકોએ, કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો :ભક્તો આનંદો! પાવાગઢના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને મળશે વધુ એક સુવિધા