ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : લોકસભા બેઠક પર અંતિમ ચરણનો ડોર ટુ ડોર પ્રચાર

  • ભાજપના ઉમેદવારે સામાજિક સમરસતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું
  • રેખાબેન ચૌધરીએ દલિત આગેવાનના ઘરે જમણ લઇ આશીર્વાદ મેળવ્યા

પાલનપુર 6 મે 2024 :  બનાસકાંઠા લોકસભા બેઠક ની ચૂંટણીમાં ભાજપના મહિલા ઉમેદવાર ડો. રેખાબેન ચૌધરીને સર્વ સમાજોના સમર્થન મળવાની સાથે ખાસ દલિત સમાજમાં અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેમાં અગાઉ દલિત સમાજે રેખાબેન ચોધરીની ઉમેદવારી માટે તેમની ડિપોઝિટ ભરી હતી. જે બાદ અંતિમ ચરણના ડોર ટુ ડોર ના પ્રચારમાં રેખાબેન ચોધરીએ પાલનપુરમાં સોનબાગ વિસ્તારમાં એક દલિત સમાજના ઘરે તેમના પરિવાર સાથે ભોજન લઇ સમાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુ પાલકને આત્મ નિર્ભર બનાવવા સ્વ.ગલબાભાઈ નાનજીભાઈ પટેલે બનાસ ડેરી નો પાયો નાખી જિલ્લામાં શ્વેત ક્રાંતિ લાવી છે. આવા પરોપકારી અને સેવાભાવી ગલબાકાકાની પૌત્રી ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય તેમને સાર્વત્રિક આવકાર સાંપડી રહ્યો છે. જોકે દલિત સમાજે પણ ગલબા કાકાનું ઋણ અદા કરવા રેખાબેન ચૌધરીના ઉમેદવારીમાં તેમની ડિપોઝિટની રકમ ભરી તેમની પડખે રહેવાની ખાતરી આપી હતી. જે બાદ દલિત સમાજના આગેવાનો એ પણ સંમેલનો યોજી રેખાબેનને ખુલ્લું સમર્થન આપ્યું હતું. જોકે ચૂંટણીને આડે ગણત્રીના કલાકો અગાઉ રેખાબેન ચૌધરીએ છેલ્લી ઘડીના અંતિમ ચરણના ડોર ટુ ડોર પ્રચારમાં પાલનપુરના સોનબાગ વિસ્તારમાં દલીત સમાજના આગેવાન અમૃતભાઈ ચૌહાણ ગાંધીના ઘરની મુલાકાત લેતા આ પરિવાર દ્વારા રેખાબેન ચોધરી નું શાલ ઓઢાડીને ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે સમય ભોજનનો હોય એ પરિવારે તેમને ભોજનનો આગ્રહ કરતા રેખાબેન ચૌધરી નિ:સંકોચ તુરંતજ હા પાડી આ દલીત પરિવાર સાથે ભોજન કરી સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા, જેને લઇ આ પરિવારે પણ તેઓ સાંસદ બની દિલ્લીમાં બનાસકાંઠા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

રેખાબેન ચૌધરીની ડિપોઝિટ દલિત સમાજે ભરી હતી

ભાજપના ઉમેદવાર ડો. રેખાબેન હિતેશભાઈ ચૌધરી બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ. ગલબાભાઈ પટેલની પૌત્રી થતા હોય સ્વ.ગલબા કાકા સાથે ડેરીમાં કામ કરનાર દલિત સમાજના આગેવાનોએ ગલબા કાકાનું ઋણ અદા કરવા રેખાબેન ચૌ ઉમેદવારી પત્રમાં ભરવાની થતી ડિપોઝિટની રકમ ભરી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા :ડીસાના 281 મતદાન મથકોમાં કાલે થશે મતદાન

Back to top button