બનાસકાંઠા : જિલ્લાના ખનીજ વિભાગે ખનીજ ચોરી કરતા 6 ડમ્પર અને 5 ટ્રેક્ટર ઝડપ્યા
- ડ્રોન કેમેરાની મદદથી સર્વે કરી ખનીજ ચોરી ઝડપી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા સક્રિય બનેલ ખાણ ખનીજ વિભાગે ડ્રોન સંવેલન્સનો ઉપયોગ કરી હાથ ધરી સધન તપાસ કરતા ખનીજ ચોરી કરતા ૫ ટ્રક અને ૬ ટ્રેકટર ઝડપી પાડ્યા હતા.
તા. ૨૪ મે ૨૦૨૩ ના રોજ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા તત્પર રહી વારંવાર આકસ્મિક તપાસ હાથ ધરી છે. ત્યારે બુધવારે બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વાની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર એમ. ઠક્કર, માઈન્સ સુપરવાઇઝર જય ડી. પટેલ, નૂરઅહેમદખાન ખોખર અને ટીમના સભ્યો દ્વારા વહેલી સવારે ખાનગી વાહનમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઝાત (ભાડલી) વિસ્તારમાં ડ્રોન કેમેરાથી સર્વેન્સ કરી તપાસ કરતા બિનઅધિકૃત રીતે સાદી રેતી ખનીજની ચોરીમાં સંડોવાયેલ ૫ ટ્રક તથા ૬ ટ્રેક્ટર પકડી પાડવામાં આવ્યા હતા.
આમ, કુલ રૂ ૧.૫ કરોડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવેલ છે. ભૂસ્તરશાસ્ત્રીની કચેરી બનાસકાંઠા દ્વારા આગળની દંડકિય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ભૂસ્તર વિભાગની આ કાર્યવાહીથી ખનિજ ચોરી કરતા તત્વોમાં સોપો પડી જવા પામેલ છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં ધારાસભ્યએ જાતે ચલાવી બસ