ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દિયોદરમાં કરાશે 

Text To Speech
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દિયોદર વી. કે. વાઘેલા હાઇસ્કૂલ ખાતે સહકાર રાજ્યમંત્રી  જગદીશભાઇ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્‍લાકક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ગરીમાભેર ઉજવણી કરવામાં આવશે. આગામી 15 મી ઓગષ્‍ટ-2023 ની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
અધિકારીઓની બેઠક-humdekhengenews
સહકાર રાજ્ય મંત્રી વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાશે ધ્વજ વંદન 
જેમાં કાર્યક્રમના સ્થળે સાફ- સફાઇ અને પાણીનો છંટકાવ તથા પીવાના પાણીની વ્યવસ્થા, ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, હર્ષ ધ્વની, પોલીસ પરેડ એન.સી.સી. સ્કાઉટ, પ્રોટોકોલ મુજબ આમંત્રિતોને બેસાડવાની વ્યવસ્થા, સરકારી ઇમારતો અને તાલુકામાં સજાવટ, રોશની અને શણગાર, વૃક્ષારોપણ, વિશિષ્‍ટ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્‍માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ‘‘મેરી મીટ્ટી, મેરા દેશ અભિયાન’’ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના દરેક ગામમાંથી માટી એકઠી કરી તેને દિલ્હી પહોંચાડવાની વ્યવસ્થા સુનિશ્વિત કરવા કલેકટરએ અધિકારીઓને સુચના આપી હતી.
Back to top button