બનાસકાંઠા: જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નરસિંહ દેસાઈએ પક્ષ સાથે છેડો ફાડ્યો
પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કોગ્રેસ મહામંત્રી અને માલધારી સમાજના યુવા આગેવાન નરસિંહ દેસાઈ એ ગુરૂવારે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપના આગેવાનો ની ઉપસ્થિતિમાં ભાજપ નો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાતાં કોગ્રેસ માં હડકંપ મચી જવા પામ્યો છે.
ડીસા ખાતે જીલ્લા ભાજપ ના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા
ડીસા તાલુકાના બાઈવાડા ગામના વતની અને તાજેતરમાં જ પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી રાજકારણમાં પ્રવેશ કરનાર રબારી સમાજના યુવા આગેવાન અને ગોપાલ સેનાના સ્થાપક પ્રમુખ નરસિંહ દેસાઈએ ડીસા એપીએમસી ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.
પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યોથી પ્રેરાઈને તેઓએ ગુરૂવારે ડીસા ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ડીસા ધારાસભ્ય પ્રવિણભાઈ માળી સહિત આગેવાનો ની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરી ભાજપની પેનલને સમર્થન આપ્યું હતું. નરસિંહ દેસાઈની સાથે બનાસકાંઠા જિલ્લા ગોપાલ સેના પ્રમુખ સાગર દેસાઈ, ડીસા તાલુકા ગોપાલ સેના પ્રમુખ મોહનભાઈ દેસાઈ, જયેશભાઈ દેસાઈ સહિત 50 થી વધુ યુવાનોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો.
આ પણ વાંચો :ગુજરાતમાં બુલેટ ટ્રેન માટે 20 બ્રિજનું કામ જાણો ક્યારે થશે પૂર્ણ