ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે દાંતીવાડા ડેમની મુલાકાત લીધી

Text To Speech

પાલનપુર-29 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે ૨૮ ઓગસ્ટ ને બુધવારના રોજ દાંતીવાડા તાલુકામાં પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા ડેમ ની મુલાકાત લીધી હતી. ત્યારબાદ દાંતીવાડા ગામ ખાતે કલેકટરની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ હતી. જેમાં ગ્રામજનોના વિવિધ પ્રશ્નો/ રજુઆતો સંબંધિત ચર્ચા કરવામાં આવી હતી.

વિભાગને પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું
ગ્રામજનોના પ્રશ્નો અંગે કલેકટર એ સંબંધિત વિભાગને પ્રશ્નોના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત SDRF મડાણા-3 થી આવેલ ટીમે ડિઝાસ્ટર સંબંધિત રાહત અને બચાવની કામગીરીમાં જિલ્લા વહીવટી તંત્ર /તાલુકા વહીવટીતંત્ર ડિઝાસ્ટર દરમિયાન કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી લોકોને આપી હતી. તેમજ લોકો જાતે પણ ડિઝાસ્ટર દરમિયાન પોતાનો બચાવ કેવી રીતે કરી શકે તે બાબતે સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, મામલતદાર માધવી પટેલ સહિત દાંતીવાડા તાલુકાના સંકલન સમિતિના તમામ અધિકારીશ્રી તથા દાંતીવાડા તાલુકા/ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃઉપરવાસમાં વરસાદને કારણે બનાસ નદીમાં જળસ્તર વધ્યું, ખેડૂતોમાં ખુશી છવાઈ

Back to top button