ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : “બિપરજોય” વાવાઝોડા સમયે સાવચેત રહેવા જિલ્લા કલેકટરની અપીલ


પાલનપુર : દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાત પર હાલ “બિપરજોય” વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. આ વાવાઝોડું કચ્છ તરફ ફંટાવવાની આગાહીને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તેની અસર જોવા મળશે. જેને લીધે જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ ઉભી થવાની શક્યતા છે. વાવાઝોડું અને ભારે વરસાદની સ્થિતિ સર્જાય તેવા સંજોગોમાં બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ એ જિલ્લાવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલા સૂઇગામ, થરાદ, ધાનેરા, પાલનપુર, ડીસા, દાંતા અને દિયોદર પ્રાંત વિસ્તારમાં વાવાઝોડા દરમિયાન કોમ્યુનિકેશન જાળવવા માટે વાયરલેસ સેટ ગોઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠા : શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, વાવાઝોડાને પગલે શાળાઓ બે દિવસ બંધ