ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ભીલડીમાં જિલ્લા ભાજપની બેઠક : બુથ સશક્તિકરણ અને મન કી બાતનો 100મો એપિસોડ લોકો જુએ તે માટે આયોજન

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના ભીલડી ગામે જિલ્લા ભાજપ મોવડી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં અગાઉ કાર્યકરોને આપેલી કામગીરીની સમીક્ષા કરી બુથ સશક્તિકરણ અને મન કી બાત કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

જિલ્લા ભાજપ સંગઠન-humdekhengenews

જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોનો પરિચય કરાયો

તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લા ભાજપ સંગઠનમાં ઉપપ્રમુખ મહામંત્રી સહિત હોદેદારોની નિમણૂંક કરાઇ છે. ત્યારે ડીસા તાલુકાના ભીલડી ગામે જિલ્લા ભાજપ મોવડી મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. સાથે સાથે અગાઉ કાર્યકરોને આપવામાં આવેલી કામગીરીની પણ જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા સમીક્ષા કરાઈ હતી.

જિલ્લા ભાજપ સંગઠન-humdekhengenews

આ બેઠકમાં બુથ સશક્તિકરણ માટે પેજ પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વખતે મન કી બાતના 100માં એપિસોડને ઘર ઘર સુધી લોકો જુએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળે તે માટેના આયોજન અંગે પણ કાર્યકરો સાથે ચર્ચા – વિચારણા થઈ હતી, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા સહિત આગેવાનોએ આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી અંગે પણ ચર્ચા કરી હતી અને અદના કાર્યકરો પાસેથી સલાહ સૂચનો સાંભળ્યા હતા. તેમજ આવનાર ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોને તનતોડ મહેનત કરી જીતાડી તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર સત્તા મેળવવા હાકલ કરી હતી.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના ભીલડીમાં આરોગ્ય વિભાગના દરોડા, અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓને નોટીસ આપી દંડ ફટકાર્યો

Back to top button