ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: જિલ્લા ભાજપ દ્વારા સંગઠનના હોદ્દેદારો નિમાયા

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા મંગળવારે હોદ્દેદારોની નિમણૂક આપવામાં આવી છે. ચૂંટણી પછી સંગઠનમાં આ ફેરફાર કરવામાં આવ્યો હતો. જોકે કેટલાક નવા ચહેરા અને અજાણ્યા નામની જાહેરાત થતા ભાજપના ચુસ્ત કાર્યકરોમાં છૂપો કચવાટ જોવા મળ્યો છે.

ડીસા શહેર ઉપપ્રમુખ પદે મગનલાલ માળી, મહામંત્રી સંજય બ્રહ્મભટ્ટને અપાઈ નિમણુક

બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા નવા હોદ્દેદારોની મંગળવારે નિમણૂક કરવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના માર્ગદર્શનમાં અને સંગઠન મહામંત્રી રત્નાકરજી, ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તથા જિલ્લા પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરના સંકલનમાં રહીને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ મંગળવારે બનાસકાંઠા જિલ્લા ભાજપના માળખામાં આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી, આઠ મંત્રી અને એક કોષાધ્યક્ષની નિમણૂક કરી છે. જેમાં ડીસાના મગનલાલ માળીને ડીસા શહેર ભાજપના ઉપપ્રમુખ, સંજય બ્રહ્મભટ્ટને મહામંત્રી જ્યારે ડીસા તાલુકા ભાજપ ઉપપ્રમુખ પદે રસિકજી ઠાકોર અને કોષાધ્યક્ષ પદે રમેશ દેસાઈને નિમણૂક આપવામાં આવી છે.

હોદ્દેદારોની નિમણૂક-humdekhengenews

જ્યારે પાલનપુર શહેર ભાજપના ઉપપ્રમુખ પદે શ્રીમતી કોકીલાબેન પંચાલ અને મહામંત્રી પદે શ્રેયાંશ પ્રજાપતિને નિમણૂક આપવામાં આવી છે. જો કે શ્રેયાંસ પ્રજાપતિ જાણીતો ચહેરો ન હોવાથી પાલનપુર શહેરમાં ભાજપના કાર્યકરોમાં નારાજગી પ્રસરી છે. જ્યારે નિષ્ઠાવાન કાર્યકરોની અવગણના કરવામાં આવી હોય તેવી લાગણી ઉદ્ભવી છે. પાલનપુર શહેર ભાજપના મંત્રી પદે જયેશ ચૌધરીને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે મંત્રી પદે શ્રીમતી ઉષાબેન જોશીને નિમણૂક આપવામાં આવી છે. જ્યારે ડીસામાં પૂર્વ ધારાસભ્યના સમર્થકોની કોઈ નિમણૂક થઈ નથી. આમ ડીસામાં ધારાસભ્ય બદલાતા સંગઠનમાં થયેલા ફેરફારોમાં વર્તમાન ધારાસભ્ય સાથે ચૂંટણી સમયે જે ચહેરાઓ સાથે રહ્યા હતા. તેમાંથી જ પસંદગી કરવામાં આવી હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

બનાસકાંઠા જિલ્લાના નવા જાહેર કરાયેલા આ સંગઠનના માળખામાં સરહદી વિસ્તાર એવા સુઈગામ, વાવ અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા અમીરગઢ તાલુકા ની હાલમાં બાદબાકી કરવામાં આવી છે.અહીંના કોઈ ભાજપના કાર્યકરની નિમણુંક કરાઈ નથી.

આ પણ વાંચો :સાબરમતી જેલથી અતીકને લઈ યુપી પોલીસ રવાના, અતીકને એન્કાઉન્ટરનો ડર !

Back to top button