બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ મીડિયાની મુલાકાતે
પાલનપુર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર તેના નવ વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે અગામી 30 મેથી 30 જૂન સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમો જિલ્લા મંડળ શક્તિ કેન્દ્ર અને બુથ ઉપર આયોજિત કરવામાં આવશે તે અંગે વિસ્તૃત માહિતી પ્રેસ મીડિયાને આપવામાં આવી હતી
કાર્યક્રમ અંતર્ગત વિશેષ અભિયાનના ભાગરૂપે જિલ્લાના અગ્રણીઓ પત્રકાર મિત્રોને રૂબરૂ મળી સંપર્ક કરી તેમની સાથે સરકારના થયેલા કામોની ચર્ચા કરી તથા આગામી સમયમાં યોજાનાર અભિયાનની રૂપરેખા આપી સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ મીડિયા વિભાગના જિલ્લા પ્રભારી લક્ષ્મણસિંહ રાજપુત સાથે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ મગનભાઈ માળી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સાથે જિલ્લાના મીડિયા કન્વીનર રશ્મિકાંત મંડોરા, આશુતોષ બારોટ, ધનેશ પરમાર જોડાયા હતા.
આ પણ વાંચો : અમદાવાદમાં ડમી સ્કૂલને લઈને ડીઇઓ આકરા પાણીએ, જાણો સમગ્ર મામલો?