ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, 124 કેન્દ્રો પર કુલ-36,060 ઉમેદવારો પરીક્ષા આપશે

Text To Speech
  • પરીક્ષા સ્થળે પહોંચવામાં મુશ્કેલી ન પડે એ માટે બસની વ્યવસ્થા
  • ઉમેદવારોની ચકાસણી માટે દરેક કેન્દ્રો ઉપર બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ તૈનાત
  • પાલનપુર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયો

પાલનપુર : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના તા.૦૭ મે ‘૨૩ના રોજ બપોરના ૧૨:૩૦ થી ૧૩:૩૦ કલાક દરમ્યાન ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ ની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લાના કુલ-૧૨૪ પરીક્ષા કેન્દ્રો પર કુલ-૩૬,૦૬૦ ઉમેદવારો આ પરીક્ષા આપનાર હોઇ, પરીક્ષાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન અને સુચના પ્રમાણે દરેક પરીક્ષા કેન્દ્રો ૫૨ બોર્ડના પ્રતિનિધિ, સીસીટીવી ઓબ્ઝર્વર, રૂટ સુપરવાઈઝર, આસીટન્ટ રૂટ સુ૫૨વાઈઝરની નિમણુંક ક૨વામાં આવેલી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારોના ફિસ્કીંગ માટે ૧ (મહિલા) પોલીસ અને ૧ (પુરૂષ) પોલીસ કોન્સ્ટેબલ તથા દરેક કેન્દ્રો ખાતે ૧ (એ.એસ.આઈ/પી.એસ.આઈ) અને ૨ (હથિયારી) પોલીસની વ્યવસ્થા પોલીસ ખાતા દ્વારા ક૨વામાં આવેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં પરીક્ષા આપવા આવના૨ દરેક પરીક્ષાર્થીને પરીક્ષાના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ન પડે એ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પુરતા પ્રમાણમાં એસ.ટી. બસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પરીક્ષા કેન્દ્રો ખાતે કોઈપણ ઉમેદવા૨ મોબાઈલ કે ઈલેકટ્રોનિક્સ સાધનનો ઉપયોગ ન કરે તે માટે દરેક ઉમેદવારોની ચકાસણી કરી પ્રવેશ આપવા માટે દરેક કેન્દ્રો ખાતેના પ્રવેશદ્વાર ઉપર બોડીવોર્ન કેમેરા સાથેના પોલીસ કોન્સ્ટેબલની વ્યવસ્થા તૈનાત ક૨વામાં આવેલ છે. પરીક્ષા સુચારૂ રીતે લેવાય અને ૫રીક્ષાર્થીઓના પરીક્ષાલક્ષી પ્રશ્નોના નિવા૨ણ માટે બનાસકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી હોલમાં પાલનપુર ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરી હેલ્પલાઈન નંબર: ૦૨૭૪૨-૨૫૭૦૮૭ ફોન કરીને મદદ મેળવી શકે છે. તેમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખે જણાવ્યું છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં 5 જવાન શહીદ, ‘ઓપરેશન ત્રિનેત્ર’ ચાલુ

Back to top button